ખેડા જિલ્લાના નડિયાદમાં પુરપાટ ઝડપે આવતી ઈકો કારચાલકે સામેથી આવતા બાઈક ચાલકને ધડાકાભેર ટક્કર મારતા બાઇકચાલકનું મોત નિપજ્યું હતું, આ ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદમાં પીજ વોક વે પાસે બાઈકને ઇકો કારે ઉડાવતા નિર્દોષ બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આ હૃદય કંપાવી દેતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. મૃતકનું નામ નિરજ યાદવ હોવાનું જાણવા મળેલ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ઈકો કારચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.