નડિયાદ સહિત ખેડા જિલ્લામાં સૂર્યદેવ આકરો તાપ આપી રહ્યા છે, ત્યારે માર્ચ મહિનામાં જ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે સ્થિતિ ચિંતાજનક છે. ગરમી અને ઉકળાટ વચ્ચે નગરજનો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે, તેવામાં નડિયાદ શહેરમાં પ્રશાસન તંત્ર દ્વારા પ્રશંસનીય કામગીરી કરી છે, જેમાં શહેરના મુખ્ય એવા વાણીયાવાડ સર્કલ પર ગરમીમાં તાપથી બચવા ડોમ ઉભા કરવામા આવ્યા છે, જેથી સિગ્નલ ઉપર ઉભા રહેતા વાહનચાલકોને આકરા તાપથી રક્ષણ અપાવી શકાય.
નોંધનીય છે કે, શહેરના ઘણા વિસ્તારોમાં નાના બાળકો, સીનીયર સીટીઝન્સ બપોરના સમયે બહાર નિકળવાનુ ટાઢી રહ્યા છે, પરંતુ નોકરીયાત તથા ધંધાર્થીઓ કામ અર્થે આવનજાવન કરતા નજરે પડતા હોય છે, ત્યારે તેઓ માટે શહેરના વાણિયાવાડ સર્કલ પાસે સિગ્નલ ઉપર ઉભા રહેતા વાહનચાલકોને રાહત મળે તે માટે રાહત ડોમ ઉભા કરતા પ્રશાસન દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી છે.