ગિરનાર સાધના આશ્રમ દ્વારા શૈલજાદેવીજીનાં સાનિધ્ય સાથે પ્રયાગરાજ મહાકુંભમેળામાં સહજ ધ્યાન યોગ સાથે સાધુ સંતોની સેવા થઈ છે.
જૂનાગઢ ગિરનાર સાધના આશ્રમનાં સ્થાપક પુનિતાચારીજી મહારાજનાં સ્મરણ સાથે સહજ યોગિની શૈલજાદેવીજીનાં સાનિધ્ય સાથે સાધુ સંતો માટે આરોગ્ય સેવા અને પ્રસાદ ભંડારાનાં આયોજનનો લાભ રહ્યો છે.
પ્રયાગરાજમાં મહાત્મ્યભર્યા મહાકુંભમેળામાં સર્વત્રથી મોટી સંખ્યામાં ભાવિકો લાભ લઈ રહ્યાં છે, જેમાં આ શિબિરમાં સહજ ધ્યાન યોગ સાથે સાધુ સંતોની સેવા થઈ છે. અહિયાં આશ્રમ પરિવારનાં સાધક તબીબો દ્વારા સાધુઓની આરોગ્ય સેવા થઈ છે.
‘હરિ ૐ તત્સત જય ગુરુદત્ત’ સ્મરણ અને ધ્યાન સાથે આ ભવ્ય મહાકુંભમેળામાં ગિરનાર સાધના આશ્રમ કાર્યકર્તા સાધકો દ્વારા સુંદર સેવા કાર્ય રહ્યું છે.