શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન દેવોને આજ અખાત્રીજ તા. ૧૦-૫-૨૦૨૪ને શુક્રવારથી તા. ૨૧-૬-૨૦૨૪ને શુક્રવાર સુધી ચંદનના વાઘા ધરાવવામાં આવશે.
વડતાલ મંદિરના કોઠારી ડો.સંતસ્વામીએ જણાવ્યું હતું કે ગ્રીષ્મઋતુમાં સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં દેવોને ચંદનના વાઘા ધરાવવાની પરંપરા છે વડતાલ ધામમાં અખાત્રીજથી ચંદનના વાઘા દેવોને ધરાવવામાં આવે છે.
આ શણગાર રોજ અવનવા હોય છે દેવોને ચંદનલેપના શણગારમાં કલાત્મક ઓપ આપવામાં પૂજારીઓ હાથની કળા અજમાવતા હોય છે દેવોને ચંદનના લેપ ઉપર કેસર, ગુલાબ, મોગરો તથા જબેરા જેવા ફુલોથી વાઘા તૈયાર કરી ધરાવવામાં આવે છે આ ઉપરાંત તોય આંભલા, રેશમની દોરી વડે સુંદર ગુંથણ કરવામાં આવે છે જેના દર્શન કરી ભક્તો આનંદની અનુભુતિ કરે છે. અને ધન્યતા અનુભવે છે.