ભારતમાં એક મોટું પરિવર્તન આવી રહ્યું છે, ભારત વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. 2024ની લોકસભાનીં ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે આ ચૂંટણીઓમાં ભાજપને 370 અને એનડીએની 400 બેઠકો મળે એવા દૃઢ સંકલ્પ સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કાર્યરત છે, તેમના એ સંકલ્પને સાકાર કરવા ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા સુધાનશું ત્રિવેદીએ આહવાન કર્યું હતું.
નડીયાદ સ્થિત ખેડ જિલ્લા ભાજપ કાર્યાલયમાં સંગઠનની બેઠક પૂર્વે મીડિયાને સંબોધતા ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા સુધાનશુંજી ત્રિવેદીએ કહ્યું હતું કે, આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષી સંગઠનમાં વિચાર વિમર્શ કરવા, બુથ લેવલથી લઇ વિવિધ સ્તરીય સંગઠનને સુદ્રઢ કરવાની આ કવાયત હાથ ધરાઈ રહી છે. જેનો ઉદ્દેશ નરેન્દ્રભાઈ મોદીના 400 બેઠક પારના સંકલપને સાકાર કરવાનો છે.આ પ્રસંગે કોંગ્રેસની રાહુલ ગાંધીની યાત્રા પર પણ સુધાનશુંજીએ આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા.અને જે રાજ્યમાં રાહુલ ગાંધીની યાત્રા પ્રવેશે છે ત્યાં વિપક્ષોની હાલત કફોડી બનતી જાય છે એમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે ભાજપના વરિષ્ઠ અગ્રણીઓ, ગોરધનભાઇ ઝડફિયા, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ, મીડિયા ટીવી ડિબેટના પેનાલિસ્ટ અંજલિજી કૌશિક,ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી, સંસદીય બેઠકના ધારાસભ્યો પૈકી પૂર્વ દંડક પંકજભાઈ દેસાઈ સહિત સહુ ધારાસભ્યો વગેરે સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહયા હતા.