Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 31°C

ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની મોટી બોટલ નંગ-૭૮૦ પકડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની મોટી બોટલ નંગ-૭૮૦ પકડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની ૭૮૦ નાની મોટી બોટલ જેની કિ.રૂ.૧,૪૨,૮૦૦/-સહિત કુલ રૂ.૧,૯૨,૮૦૦/-ના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં નાઈટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન દિપકચોક પાસે આવતા બાતમીરાહે હકીકત મળેલ કે, નિતેશ ક્રિપાલભાઈ પરમાર સી.એન.જી રીક્ષા GJ-27-V-5509 માં બહારથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરીને આડોડીયાવાસમાં ખાલી કરવા જવાનો છે જેને આધારે રેઈડ કરતા નિતેષ ક્રિપાલભાઈ પરમાર બોટલ નંગ-૭૮૦ સાથે મળી આવતા LCB દ્વારા ધરપકડ કરવામાં આવી હતી .
૧,૪૨,૮૦૦ નો દારૂ સાથે સી.એન.જી રીક્ષા મળી કુલ૧,૯૨,૮૦૦ નો મુદ્દામાલ એલસીબી એ કબજે કરી આગળ ની કાર્યવાહી હાથ ધરેલ છે.

 

 

રિપોર્ટ : સિદ્ધાર્થ ગોઘારી(ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.