અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 56માં પ્રદેશ અધિવેશનનો કર્ણાવતી મહાનગર ખાતે શુભારંભ થઈ ગયેલ છે. આ પ્રદેશ અધિવેશન સંપૂર્ણપણે નવ નિર્માણ આંદોલન ની ઝાંખી કરાવતું છે. સમગ્ર ગુજરાત ભરમાંથી તમામ જિલ્લાઓમાંથી કાર્યકર્તાઓ ઉત્સાહભેર ઉપસ્થિત થયા છે. કુલ ૧૫૦૦ જેટલા કાર્યકર્તાઓ આ દિવસમાં સહભાગી થયા. આ ત્રી-દિવસીય અધિવેશન મા ઉપસ્થિત વિદ્યાર્થીઓ દ્વારા સામાજિક અને શૈક્ષણિક પરિસ્થિતિ ઉપર ચિંતન મનન કરી તેના સુધાર માટે પ્રસ્તાવ પારીત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. અને અ.ભા.વિ.પ ગુજરાત પ્રદેશ ની આગામી વર્ષ ની દિશા પણ આ જ અધિવેશન મા નક્કી કરવામાં આવશે.
પ્રદેશ અધિવેશનના ઉદ્દઘાટન સત્રમાં મુખ્ય અતિથિ તરીકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર શ્રી ધનરાજભાઇ નથવાણી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા ,અને સાથે સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર શ્રી સાંઈરામ દવે પણ વિશેષ ઉપસ્થિત રહ્યા. અ.ભા.વિ.પ રાષ્ટ્રીય મહામંત્રી શ્રી વિરેન્દ્રસિંહ સોલંકી , અ.ભા.વિ.પ ના રાષ્ટ્રીય સંગઠન શ્રી આશિષ ચૌહાણ જી , અધિવેશન ની સ્વાગત સમિતિના અધ્યક્ષ શ્રી જક્ષય ભાઈ શાહ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉદ્ઘાટન સત્ર નિમિત્તે તમામ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પોતાની અનુભવો ની વાત રજૂ કરવામાં આવી. જેમાં વિશેષ ઉપસ્થિત સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી સાઈરામ દવે જીએ પોતાના વક્તવ્યમાં વિદ્યાર્થી પરિષદના પોતાના અનુભવ ની વાત કરતા જણાવ્યું કે , “૧૯૯૨-૯૩ વર્ષ હતુ ત્યારે હું ડિપ્લોમા ઇલેક્ટ્રિક એન્જિનિયર માં ભણતો હતો તે સમયે કોલેજની બસો કોઈક કારણસર બંધ થઈ ગઈ હતી. તે દરમિયાન વિદ્યાર્થીઓને ખૂબ અગવડતા નો સામનો કરવો પડતો હતો. તે સમયે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા આગળ આવ્યાં અને ઉગ્ર આંદોલન કર્યુ. તે દરમિયાન હુ આંદોલનમાં જોડાયો હતો, અને પ્રથમ વખત મને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નો સ્પર્શ થયો. ને ત્યાર બાદ હુ વિદ્યાર્થી પરિષદ સાથે જોડાયો. અને તે સમયે મેં વિદ્યાર્થી પરિષદને ખૂબ જ નજીકથી નિહાળી હતી. મારા સફળ જીવન ની શરૂવાત મા વિદ્યાર્થી પરિષદ નો મહત્વ નો ભાગ છે. વિદ્યાર્થી પરિષદ એ જ મને ક્રાંતિ ની વ્યાખ્યા, ક્રાંતિની શક્તિ સમજાવી છે. જેનાથી મારા જેવા લાખો વિદ્યાર્થીઓમાં દેશ પ્રેમની અખુટ ઉર્જાનો સંચાર થાય છે.”
અ.ભા.વિ.પ ના રાષ્ટ્રીય સંગઠન મંત્રી આશિષજી ચૌહાણજી એ પોતાના વક્તવ્યમાં વિદ્યાર્થીઓનું સમાજ માટેના યોગદાન નું મહત્વ સમજાવતા જણાવ્યું કે, “રાષ્ટ્રીય સંગઠન મંત્રી આશિષજી ચૌહાણ એ ભારતનો ઇતિહાસ સમજાવતા વિદ્યાર્થી પ્રતિનિધિઓને જણાવ્યું કે જે સંસ્કારો અંગ્રેજો 300 વર્ષ પહેલા સંપૂર્ણ ભારતને સમજાવતા હતા , એ જ સંસ્કારો અને રીતો 7000 વર્ષ પહેલાં ભારતના લોકોએ સંપૂર્ણ દુનિયા ને સમજાવી હતી. આ ઉપરાંત આશિષજી એ જણાવ્યું કે અખિલ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના દરેક કાર્યકર્તા પુનઃ નિર્માણમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. જે 2047 સુધી ભારતને વિકસિત ભારત બનાવવા માટે એક મહત્વપૂર્ણ યોગદાન સાબિત થશે.”