દુબઈમાં યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે ન્યૂઝીલેન્ડ સામે રોમાંચક જીત નોંધાવતા પાટણમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. શહેરના બગવાડે દરવાજા સહિત અનેક સ્થળોએ એલઈડી સ્ક્રીન લગાવી ક્રિકેટ પ્રેમીઓએ મેચ જોઈ. આખા પાટણમાં તહેવાર જેવો માહોલ સર્જાઈ ગયો હતો.
વિજયની સાથે જ પાટણવાસીઓ ઉત્સાહમાં આવી ગયા. ફટાકડાં ફોડવામાં આવ્યા, ઢોલ-નગારા સાથે લોકો રેલી કાઢવા લાગ્યા. નાના ભૂલકાઓથી લઈને વૃદ્ધો સુધી, હજારો લોકો દેશભક્તિના રંગે રંગાઈ ગયા. “ભારત માતા કી જય” અને “વી વોન”ના નારા ગૂંજી ઉઠ્યા. અંદાજે હજારો લોકોએ આ વિજય ઉત્સવમાં ભાગ લીધો.
પાટણના એનજીઓ અને યુવા સંગઠનોની તરફથી ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. પાટણના લોકો રાત્રિ માં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો અને ક્રિકેટ પ્રેમીઓ માટે આ એક અવિસ્મરણીય ક્ષણ બની ગઈ હતી.