એશિયન ડેલવપમેન્ટ બેંકે (Asian Development Bank) ભારતનો જીડીપી (GDP) 7 ટકાથી ઘટીને 6.5 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. ઉપરાંત બેંકે નાણાકીય વર્ષ 2025-26 માટે ભારતના વૃદ્ધિ દરનો અંદાજ 7.2 ટકાથી ઘટાડીને 7 ટકા કરી દીધો છે. એશિયન વિકાસ પરિદ્રશ્ય (એડીઓ)ના બુધવારે જાહેર થયેલા રિપોર્ટ પ્રમાણે, અમેરિકન વેપાર, રાજકોષીય તથા નીતિમાં પરિવર્તનથી એશિયા અને પ્રશાંત વિસ્તારનો વિકાસ પ્રભાવિત થઈ શકે છે. તેમજ મોંઘવારી પણ વધી શકે છે.
એશિયા અને પ્રશાંત વિસ્તારનું અર્થતંત્ર 2024માં 4.9 ટકાના દરેથી વધવાનો અંદાજ છે. આ આંકડો એડીબીના સપ્ટેમ્બરના 5 ટકાના અંદાજથી થોડો ઓછો છે. એડીબીએ કહ્યું, ખાનગી રોકાણ અને આવાસ માંગમાં અપેક્ષાથી ઓછી વૃદ્ધિથી ભારતનો વિકાસ દર ચાલુ નાણાકીય વર્ષમાં 6.5 ટકા રહેવાનો અંદાજ છે. પહેલા ભારતીય અર્થતંત્ર 7 ટકાના દરથી વધવાનો અંદાજ હતો. એડીબીએ આગામી વર્ષ માટે વૃદ્ધિ દરનો અંદાજ 7.2 ટકાથી ઘટાડીને 7 ટકા કરી દીધો છે.