Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 22°C

ગુજરાત બન્યું રોકાણકારોની પહેલી પસંદ : ગાંધીનગર બેઠકમાં ₹1600 કરોડથી વધુના રોકાણને મંજૂરી

ગુજરાત બન્યું રોકાણકારોની પહેલી પસંદ : ગાંધીનગર બેઠકમાં ₹1600 કરોડથી વધુના રોકાણને મંજૂરી

ગુજરાત આજે વૈશ્વિક રોકાણકારો માટે સૌથી આકર્ષક ગંતવ્ય બની રહ્યું છે. ઔદ્યોગિક વિકાસને વધુ વેગ આપવા માટે હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના 23 મોટા ઔદ્યોગિક એકમોને ફાઇનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ (FEC) આપવાની મંજૂરી આપવામાં આવી, જેના પરિણામે અંદાજિત 5,634 જેટલી નવી રોજગારી તકો ઊભી થશે.

બેઠક દરમિયાન બે મહત્વપૂર્ણ યોજનાઓ હેઠળ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવ્યું. Gujarat Industrial Policy 2015 હેઠળ 22 એકમોના કુલ ₹770.29 કરોડના મૂડીરોકાણને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે Atmanirbhar Gujarat Scheme 2022 હેઠળ Panchmahal જિલ્લાના એક મોટા પ્રોજેક્ટ માટે ₹837.67 કરોડના રોકાણને લીલી ઝંડી આપવામાં આવી છે. આ સાથે રાજ્યમાં કુલ ₹1600 કરોડથી વધુના રોકાણનો માર્ગ મોકળો થયો છે.

રાજ્ય સરકારની આ પહેલનો મુખ્ય હેતુ ઉદ્યોગોને નેટ SGST સહાય, વ્યાજ સહાય અને EPF રીઇમ્બર્સમેન્ટ જેવી સબસિડી આપી પ્રોત્સાહન આપવાનો છે. આથી મોટા ઉદ્યોગો ઉપરાંત MSME સેક્ટરના નાના અને મધ્યમ ઉદ્યોગોને પણ સીધો ફાયદો મળશે, જેના કારણે ગુજરાતમાં મજબૂત અને ઉદ્યોગમૈત્રી ઇકોસિસ્ટમ ઉભું થશે.

જિલ્લાવાર રોકાણ પર નજર કરીએ તો અમદાવાદ માં ઓટો સેક્ટર માટે ₹186.77 કરોડ, સુરતમાં ટેક્સટાઇલ અને પેપર સહિત ₹148.34 કરોડ, ભરૂચમાં કેમિકલ સેક્ટરમાં ₹186.57 કરોડ અને પંચમહાલ જિલ્લામાં સૌથી વધુ ₹837.67 કરોડનું રોકાણ મંજૂર થયું છે. ઉપરાંત ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, રાજકોટ, વલસાડ અને સુરેન્દ્રનગરમાં પણ વિવિધ ક્ષેત્રોમાં રોકાણને મંજૂરી આપવામાં આવી છે.

આ બેઠકમાં ઉદ્યોગ અને MSME રાજ્ય મંત્રી જયરામ ગામિત, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિ, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. ટી. નટરાજન, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. સાથે જ Gujarat Chamber of Commerce and Industryના ઉપપ્રમુખ અપુર્વ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gandhinagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.