ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એક દિવસીય મહત્વપૂર્ણ પ્રવાસે આવ્યા છે, જ્યાં તેઓ રાજ્યના સર્વાંગી વિકાસને ગતિ આપતા ₹19,800 કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેમના આગમન સમયે અમદાવાદ એરપોર્ટ પર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિતના મહાનુભાવોએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.
અમદાવાદ પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદી સીધા ગાંધીનગર સ્થિત કોબા જૈન તીર્થ તરફ રવાના થયા, જ્યાં તેમણે ભવ્ય સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું. આ મ્યુઝિયમ ઈતિહાસ, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ છે, જે ભારતની પ્રાચીન પરંપરાને જીવંત રીતે રજૂ કરે છે.
#WATCH | Gandhinagar, Gujarat | Prime Minister Narendra Modi inaugurates Samrat Samprati Museum at Koba Tirth in the Mahavir Jain Aradhana Kendra campus
Named after Samrat Samprati, the grandson of Ashoka, the museum showcases the rich historical, cultural, and spiritual legacy… pic.twitter.com/5YD6fkVbsd
— ANI (@ANI) March 31, 2026
કોબા તીર્થ ખાતે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું ઉદ્ઘાટન
ગાંધીનગરના કોબા જૈન તીર્થસ્થાન ખાતે નિર્મિત આ ભવ્ય મ્યુઝિયમ સમ્રાટ સંપ્રતિ મહારાજના જીવન અને મૂલ્યોને સમર્પિત છે. સમ્રાટ સંપ્રતિ, મહાન મૌર્ય સમ્રાટ અશોકના પૌત્ર હતા અને જૈન ધર્મના અહિંસા સિદ્ધાંતના પ્રચારક તરીકે જાણીતા છે.
મ્યુઝિયમમાં ઈ.સ.પૂર્વે 200ના સમયથી લઈને ભારતીય સંસ્કૃતિના વિવિધ પરિમાણોને સાત ભવ્ય ગેલેરીઓમાં પ્રદર્શિત કરવામાં આવ્યા છે. અહીં રાષ્ટ્રસંત પૂજ્ય આચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજીના માર્ગદર્શન હેઠળ તેમના છ દાયકાના પદયાત્રા દરમિયાન સંકલિત કરાયેલા અમૂલ્ય સાંસ્કૃતિક અવશેષોને સ્થાન આપવામાં આવ્યું છે.
Here are some glimpses of the Samrat Samprati Museum at Koba Tirth which will be inaugurated today. May the thoughts of Bhagwan Mahavir always give strength and hope to humanity. pic.twitter.com/IycplhZJij
— Narendra Modi (@narendramodi) March 31, 2026
ટોરેન્ટ ગ્રુપનો મહત્વપૂર્ણ ફાળો
આ મ્યુઝિયમનું નિર્માણ ટોરેન્ટ ગ્રુપ ના યુ.એન.એમ. ફાઉન્ડેશનના સહયોગથી કરવામાં આવ્યું છે. ફાઉન્ડેશન દ્વારા માત્ર આર્થિક સહયોગ જ નહીં પરંતુ મ્યુઝિયમના ભવિષ્યના સંચાલન અને જાળવણીની સંપૂર્ણ જવાબદારી પણ સ્વીકારવામાં આવી છે।
ટોરેન્ટ ગ્રુપના પ્રમુખ સુધીર મહેતા એ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ માત્ર એક મ્યુઝિયમ નથી પરંતુ ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાની દીવાદાંડી છે, જે આવનારી પેઢીઓને પ્રેરણા આપશે.
આજના કાર્યક્રમ મુજબ બપોરે 12:45 વાગ્યે વડાપ્રધાન મોદી સાણંદ ખાતે ‘કેન્સ સેમીકન્ડક્ટર OSAT ફેસિલિટી પ્લાન્ટ’નું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ ભારતને ટેક્નોલોજી અને સેમીકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાના દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.
સાંજે 4 વાગ્યે વડાપ્રધાન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ના નાણી ગામ, વાવ (થરાદ) ખાતે ₹19,800 કરોડથી વધુના વિવિધ વિભાગોના વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ પ્રકલ્પો ઉત્તર ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગ અને રોજગાર ક્ષેત્રને નવી દિશા આપશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel