ઇઝરાયેલ અને ભારત વચ્ચેની દોસ્તી કોઈનાથી છૂપી નથી. બંને દેશ સમયસમયાંતરે પોતાની એકજૂથતા વ્યક્ત કરતા રહે છે. દરમિયાનમાં, ઇઝરાયેલે એવા દેશોની સૂચિ જાહેર કરી છે જે ભારત તરફ સૌથી વધારે સકારાત્મક દૃષ્ટિકોણ ધરાવે છે. આ યાદીમાં સૌથી પહેલું જે દેશનું નામ છે તે ખુદ ઇઝરાયેલ છે. ઇઝરાયેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પ્યૂ રિસર્ચ સેન્ટરની એક યાદી શેર કરી છે. સાથે જ લખ્યું છે, ભારતને સૌથી વધાકે સકારાત્મક માનનારો દેશ ઇઝરાયેલ છે. ઉલ્લેખનીય છે કે આ યાદીમાં 71 ટકા રેન્કિંગ સાથે ઇઝરાયેલ સૌથી ઉપરના ક્રમે છે. ત્યાર બાદ 66 ટકા સાથે બ્રિટન છે. ત્રીજા ક્રમે 64 ટકા સાથે કેન્યા, ચોથા ક્રમે 60 ટકા સાથે નાઇજીરિયા, પાંચમા ક્રમે 58 ટકા સાથે દ. કોરિયાનું નામ છે. ત્યાર બાદ જાપાન 55 ટકા, ઓસ્ટ્રેલિયા 52 ટકા, અને ઇટાલી 52 ટકાનો સમાવેશ થાય છે.
ગયા વર્ષે સર્વે કર્યો હતો
પ્યૂ રિસર્ચ સેન્ટરે ગયા વર્ષે વૈશ્વિક સ્તરે ભારતના પ્રભાવ બાબતે એક સર્વે કર્યો હતો. તેમાં પૂછવામાં આવેલું કે શું દુનિયાના અન્ય દેશોમાં ભારતનો દબદબો વધ્યો છે? તેના જવાબમાં જોવા મળ્યું કે લગભગ 68 ટકા ભારતીયોનું એવું માનવું છે. બીજી બાજુ, લગભગ 80 ટકા ભારતીયોએ પીએમ મોદી પર વિશ્વાસ વ્યક્ત કર્યો. જ્યારે અન્ય દેશોના 37 ટકા વયસ્કોએ તેમના નામની સરાહના કરી હતી. નોંધવું જોઇએ કે પ્યૂ રિસર્ચ સેન્ટર દ્વારા કરાયેલા સર્વેમાં ભારત સહિત 24 દેશોના 30,861 વયસ્કને આ ગર્લેમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ સર્વે માં એમ પણ કહેવાયું છે કે સામાન્યપણે ભારત વિશે દુનિયા આખીના લોકોમાં સકારાત્મકતા હતી. સરેરાશ 46 ટકા લોકોએ ભારત વિશે અનુકૂળ વિચારો વ્યક્ત કર્યા હતા, જ્યારે 34 ટકા લોકોએ પ્રતિકૂળ વિચાર વ્યક્ત કર્યા હતા. સાથે જ 16 ટકા લોકો એવા હતા જેમણે કશો મત પ્રકટ નહોતો કર્યો.
ઇઝરાયેલીઓને સૌથી વધારે ભરોસો
આ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઇઝરાયેલના લોકોને ભારત પર સૌથી વધારે ભરોસો છે. ત્યાંના 71 ટકા લોકો ભારત પર સૌથી વધારે વિશ્વાસ ધરાવે છે.
સર્વે 30,861 વયસ્કો પર આધારિત છે
ઉલ્લેખનીય છે કે, આ ભારતના વૈશ્વિક પ્રભાવ પર પ્યૂ રિસર્ચ સેન્ટર દ્વારા કરાયેલા મુખ્ય અધ્યયનોના નિષ્કર્ષોમાંનું એક છે. આ સર્વે ભારત સહિત 24 દેશોના 30,861 વયસ્કોની પ્રતિક્રિયાઓ પર આધારિત છે. તેમાં વડાપ્રધાન મોદીના વૈશ્વિક વિચારો, ભારતની વૈશ્વિક શક્તિનાં ક્ષેત્રો, અને અન્ય દેશો વિશે ભારતીયોના વિચારોની તપાસ કરવામાં આવી હતી. પ્યૂ દ્વારા કરાયેલા અલગ અલગ સર્વેક્ષણોનાં પરિણામોને પણ છે. તેમાં કહેવાયું છે કે મોદી સરકારની કારણે સ્તરે ભારતની સકારાત્મક છબિ બની છે.