પહેલગામ આતંકવાદી હુમલા બાદ વિશ્વભરમાં ટીકા થવા છતાં પાકિસ્તાન તેની પ્રવૃત્તિઓ બંધ કરી રહ્યું નથી. ભારતે 26 લોકોના મોતનો બદલો પાકિસ્તાન પાસેથી લેવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાન પર યુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે. કોઈ પણ દેશ પાકિસ્તાનને ટેકો આપવા તૈયાર નથી છતાં પાકિસ્તાન એટલી હિંમત ભેગી કરી રહ્યું છે કે, તે LoC પર ગોળીઓ ચલાવીને ઉશ્કેરણી કરી રહ્યું છે. છેલ્લા 11 દિવસમાં પાકિસ્તાને 41 વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે.
During the night of 04 -05 May 2025, Pakistan Army posts resorted to unprovoked small arms fire across the LoC in areas opposite Kupwara, Baramulla, Poonch, Rajauri, Mendhar, Naushera, Sunderbani, and Akhnoor in J&K. The Indian Army responded promptly and proportionately: Indian…
— ANI (@ANI) May 5, 2025
પાકિસ્તાની સેના છેલ્લા 11 દિવસથી સરહદ પર ગોળીબાર કરી રહી છે. ગઈકાલે રાત્રે સતત 11 મા દિવસે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું અને ગોળીબાર કરવામાં આવ્યો. 4 મેની રાત્રે પાકિસ્તાની સેનાએ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા, બારામુલ્લા, પૂંછ, રાજૌરી, મેંધાર, નૌશેરા, સુંદરબની અને અખનૂરની આસપાસના વિસ્તારોમાં નિયંત્રણ રેખા પાર તેની ચોકીઓ પરથી નાના હથિયારોથી કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કર્યો. ભારતીય સેનાએ પણ પાકિસ્તાનની કાર્યવાહીનો યોગ્ય જવાબ આપ્યો.
પહેલગામ આતંકવાદી હુમલા બાદ તણાવ વધ્યો
નોંધનિય છે કે, 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામ શહેરની બૈસરન ખીણમાં આતંકવાદી હુમલો થયો હતો. 4 આતંકવાદીઓએ 26 ભારતીય પ્રવાસીઓની ગોળી મારીને હત્યા કરી દીધી. આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થવાની શક્યતાઓ છે. બંને દેશોની ત્રણેય સેનાઓ યુદ્ધ કવાયત કરી રહી છે. પ્રધાનમંત્રી મોદીએ આતંકવાદને કચડી નાખવા માટે ત્રણેય દળોને છૂટ આપી છે. ભારતે પાકિસ્તાન પાસેથી પહેલગામનો બદલો લેવાનું નક્કી કર્યું છે.