Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 34°C

નડિયાદમાં દબાણો હટાવાતા રોજગારી છીનવાઈ : વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ

નડિયાદમાં દબાણો હટાવાતા રોજગારી છીનવાઈ : વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ

નડિયાદમાં રેલ્વે સ્ટેશનથી કોલેજ રોડ સુધીના લારી-ગલ્લાં, પાથરણાવાળાના દબાણો દૂર કરવા મહાનગરપાલિકાએ બે દિવસ પહેલા તાકીદ કરી હતી ત્યારે લારી-ગલ્લાં, પાથરણા વાળાઓની રોજગારી છીનવાઈ જવાની ભીતિ હોવાથી તેમના માટે દબાણ ન થાય તે રીતે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા માંગ ઉઠી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદ શહેરમાં બે દિવસ અગાઉ નડિયાદ રેલવે સ્ટેશનથી સંતરામ મંદિર, પારસ સર્કલ, મહાગુજરાત હોસ્પિટલ સુધીના દબાણોને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેને લીધે દુકાનદારો અને પાથરણા-લારીચાલકોમા દોડધામ મચી ગઇ હતી, આ કાર્યવાહી બાદ તેઓનો રોજગાર બંધ થયો છે, ત્યારે જાહેર માર્ગ ઉપર દબાણ ન થાય તેવી જગ્યા આપવા તેવી મહાનગરપાલિકા પાસે માંગ કરવામાં આવી છે. બીજી તરફ અન્ય ગેરકાયદે રિક્ષા-ટેક્સીના પાર્કિંગ સ્ટેન્ડ સામે કાર્યવાહી કરવા માગણી ઉઠી છે.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.