click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: કપડવંજ ટાઉન પોલીસે એન્ટીક વાસણોની ચોરી કરતી ગેંગને મુખ્ય સુત્રધાર સાથે ઝડપી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > કપડવંજ ટાઉન પોલીસે એન્ટીક વાસણોની ચોરી કરતી ગેંગને મુખ્ય સુત્રધાર સાથે ઝડપી
GujaratKheda

કપડવંજ ટાઉન પોલીસે એન્ટીક વાસણોની ચોરી કરતી ગેંગને મુખ્ય સુત્રધાર સાથે ઝડપી

લાંબીશેરીના મકાનમાં ચોરી કરેલ મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલ્યો

Last updated: 2025/03/11 at 4:41 પી એમ(PM)
One India News Team
Share
5 Min Read
SHARE

ગત ૦૨ માર્ચના રોજ કપડવંજ લાંબીશેરીમાં આવેલ બંધ મકાનમાંથી એન્ટિક વાસણોની ચોરી થઈ હતી. કપડવંજ ટાઉન પોલીસને ચોરી થયેલ મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.
ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, નાયબ પોલીસ અધિક્ષક કપડવંજ વી.એન.સોલંકી નાયબ પોલીસ અધિક્ષક તરફથી મિલ્કત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ આવા બનેલ બનાવોના ભેદ ઉકેલવા સુચનો થયેલ હતાં. ગત તા.૦૨ માર્ચ ૨૦૨૫ ના રોજ કપડવંજ લાંબીશેરીમાં ફરીયાદી જયેશભાઈ અજીતભાઈ પરીખ રહે. કરશનપુરા, જીનવાલાની બાજુમાં મુ.તા.કપડવંજ જી.ખેડાના બંધ મકાનમાં મુકેલ તાંબા, પિત્તળ તથા જર્મન સીલ્વર ધાતુના નાના મોટા એન્ટીક વાસણો કિ.રૂ.૧,૯૨,૩૦૦/- ની રાત્રીના સમયે કોઈ ચોર ઇસમો દ્વારા ચોરી કરેલાની ફરીયાદ આધારે કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનમાં પાર્ટ A ગુ.ર.નં.૧૧૨૦૪૦૨૬૨૫૦૦૯૧/૨૦૨૫ BNS ૨૦૨૩ ની કલમ ૩૦૫ (A), ૩૩૧ (૪) મુજબનો ગુનો નોંધી તપાસ પોલીસ ઈન્સ્પેકટર જનકસિંહ દેવડાએ હાથ ધરેલ હતી. તપાસ દરમ્યાન ચોરી થયા તારીખના કપડવંજ નગરમાં લગાવવામાં આવેલ CCTV ફુટેજની તપાસણી કરવા સારૂ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડના પોલીસ માણસોને સુચના કરવામાં આવેલ જે અન્વયે આશરે ૩૫ જેટલા CCTV ફુટેજની સ્ક્રુટીની કરતા તેમાં એક વાદળી કલરની અતુલ શક્તિ રીક્ષાની શકમંદ હિલચાલ જણાઇ આવેલ હતી. જે આધારે હ્યુમન ઇન્ટેલીજન્સ તેમજ ટેક્નીકલ સર્વેલન્સથી રીક્ષાની ઓળખ કરી રીક્ષાના માલિકને ઝડપી તેને વિશ્વાસમાં લઇ પુછપરછ કરતા તેણે વડોદારા ખાતેના તેઓના સબંધીઓને સાથે રાખી ફરીયાદીના ઉપરોક્ત બંધ મકાનની રેકી કરી રાત્રીના સમયે ધાતુના વાસણોની ચોરી કરેલ હોવાની કબુલાત કરતા તાત્કાલીક પોલીસ ટીમ રવાના કરી આરોપીઓ મુદ્દામાલ સગેવગે કરે તે પહેલા ગુનાના બીજા બે આરોપીઓ વડોદરા શહેર ખાતેથી તેઓએ ચોરી કરેલ ઓરીજનલ મુદ્દામાલ સાથે ગુનામાં વાપરેલ વાહન અતુલ શક્તિ રીક્ષા સાથે ઝડપી પાડવામાં આવેલ તેમજ બાકીના તાંબા, પિત્તળ, ધાતુના વાસણોને વડોદરા ખાતે વાસણના વેપારીને વેચાણ કરેલ હતાં ત્યાંથી મુદ્દામાલ રીકવર કરવામાં આવેલ છે. આમ, ઘરફોડની ચોરીની ફરીયાદ મળ્યાના ગણતરીના કલાકોમાં કપડવંજ ટાઉન પોલીસના ટીમ વર્કથી ગુનાનો ભેદ ઉકેલી ચોરીના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડી કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશન ટીમ દ્વારા પ્રસંશનીય કામગીરી કરી હતી.
આ ગુનામાં આરોપીઓ (૧) અજયભાઇ સ/ઓ રમેશભાઈ ગોપાલભાઈ વાઘરી ઉ.વ.૩૩ રહે.મૂળ મોતીપુરા, મીઠીકુઇ, મુ.તા.કપડવંજ જી.ખેડા હાલ રહે.ભૂતખાબડા રોડ ઉપર, મુ.તા.કપડવંજ જી.ખેડા (મુખ્ય સુત્રધાર રીક્ષા માલીક) (૨) રાજ સ/ઓ કંચનભાઈ કાળીદાસ વાઘરી ઉ.વ.૨૧ રહે.મૂળ જલારામનગર, મહાનગર સામે, પ્રતાપનગર, વડોદરા હાલ રહે. એકતાનગર, બોરસદ ચોકડી, આણંદ (૩) મનસુખભાઇ ઉર્ફે મનિષ વિષ્ણુભાઇ દંતાણી ઉ.વ.૨૪ રહે. પાણીની ટાંકી પાસે, ઝૂંપડપટ્ટી જી.આઇ.ડી.સી.રોડ, મકરપુરા, વડોદરા શહેરને પકડવામાં આવ્યાં છે. આરોપીઓ પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલમાં (૧) આરોપીઓએ ગુનામાં ચોરી કરેલ અલગ અલગ ધાતુના વાસણો તથા ઓગાળેલ પિત્તળ ૪૮ કિલોની કુલ્લે કિ.રૂ.૧,૪૩,૦૦૦/- (૨) અતુલ શક્તિ રિક્ષા નં. GJ 07 AT 8137 કિ.રૂ.૧,૦૦,૦૦૦/- કબ્જે કરવામાં આવ્યો છે.
આરોપીઓ (૧) રાજ સ/ઓ કંચનભાઈ કાળીદાસ વાઘરી નાઓની વિરૂદ્ધમાં માંજલપુર પોલીસ સ્ટેશન વડોદરા શહેર પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૩૨૧૦૬૩૪/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૩૮૦ મુજબનો વાસણ ચોરીનો ગુનો નોંધાયેલ છે. (૨) મનસુખભાઇ ઉર્ફે મનિષ વિષ્ણુભાઇ દંતાણી નાઓની વિરૂદ્ધમાં નડીયાદ ટાઉન પોલીસ સ્ટેશન ખેડા-નડીયાદ પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૦૪૦૪૬૨૪૦૬૦૩ /૨૦૨૪ બી.એન.એસ.કલમ ૩૦૫ (એ) મુજબનો વાસણ ચોરીનો ગુનો નોંધાયેલ છે. વૉન્ટેડ આરોપીઓમાં (૧) વિક્કી વિજયભાઇ ગોદરીયા (દેવીપુજક) રહે. જલારામનગર, મહાનગર સામે ડભોઇ રોડ,વડોદરા (૨) વિજયભાઇ ઉર્ફે વિજલો દેવીપુજક રહે.જલારામનગર, મહાનગર સામે, ડભોઇ રોડ, વડોદરાને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીઓ અલગ અલગ શહેર વિસ્તારમાં આવેલ જુના બંધ મકાનોની રેકી કરી રાત્રીના સમયે આવી નક્કી કરવામાં આવેલ જગ્યાએ તમામ આરોપીઓ ભેગા મળી આવી મકાનના દરવાજાના નકુચાઓ તોડી જુના તાંબા પિત્તળ વિગેરે ધાતુના વાસણોની ચોરી કરી વાસણના વેપારીઓને પોતાના વાસણો હોવાનું જણાવી વેચાણ કરતા હતા. અગાઉ પણ આવા વાસણ ચોરીના ગુનાઓમાં પકડાયેલ છે.
આ ગુનામાં પોલીસ ઈન્સ્પેક્ટર જનકસિંહ દેવડા, પી.એસ.આઈ જે.એસ.ચંપાવત, હે.કો હેમંતકુમાર દશરથભાઇ, હે.કો. વનરાજસિંહ શંકરસિહ ,હે.કો દિનેશભાઈ ઉકળભાઇ, આ.પો.કો. અતુલકુમાર કનુભાઇ, પો.કો. હાર્દિકકુમાર ધનજીભાઈ,પો.કો. મનોજકુમાર વાલજીભાઈ,પો.કો. વિરલસિંહ રણવિરસિંહ, પો.કો પ્રવિણસિંહ રમેશભાઇએ સફળ કામગીરી કરી હતી.

Contents
રિપોર્ટર -સુરેશ પારેખ(કપડવંજ )બાઈટ – વી એન. સોલંકી ડીવાયએસપી, કપડવંજ

 

 

 

રિપોર્ટર -સુરેશ પારેખ(કપડવંજ )

બાઈટ – વી એન. સોલંકી ડીવાયએસપી, કપડવંજ

https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2025-03-11-at-1.20.55-PM.mp4
https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2025-03-11-at-1.22.14-PM-2.mp4
https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2025-03-11-at-1.22.14-PM-1.mp4
https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2025-03-11-at-1.22.14-PM.mp4
https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2025-03-11-at-1.22.13-PM-2.mp4
https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2025-03-11-at-1.22.13-PM-1.mp4
https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2025-03-11-at-1.22.13-PM.mp4

You Might Also Like

કઈ રીતે કામ કરે છે ટેરિટોરિયલ આર્મી? જે દેશને જરૂર પડે ત્યારે જ બોલાવાય છે, જાણો ભરતીના નિયમ

વેપાર મુદ્દે અમેરિકા સાથે ડીલની તૈયારીમાં ભારત, ટ્રમ્પ સરકારે આપી આ મોટી ઓફર

અમે મતભેદોનું સમાધાન કરાવીશું તેવી વાતો નિરાધાર: સિંધુ જળ સંધિ મુદ્દે વર્લ્ડબૅન્કના પ્રમુખનું નિવેદન

વિદ્યાથીઓ ખાલી ભણતર અને મોબાઈલમાં ના રહે , કોઈ સ્પોર્ટ્સ રમવું ખૂબ જરૂરી છે કહ્યું ટેનિસ પ્લેયર સૌરભ મિશ્રાએ

ભારત-પાકિસ્તાન તણાવ: રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોને જરૂર પડે ઈમરજન્સી પાવરનો ઉપયોગ કરવા ગૃહ મંત્રાલયે આપી સત્તા

TAGGED: antique utensils, arrest gang involved, Kapadvanj Town Police, Kapadwanj, Kapadwanj collector, Kapadwanj news, Kapadwanj Police, main suspect, oneindia, topnews, topnewschannelinindia, એન્ટીક વાસણો, કપડવંજ ટાઉન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 11, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article 8 વર્ષ બાદ રમાઈ રહેલ નવસારી પ્રીમિયર લીગનું 8 ટીમ વચ્ચે 441 ખેલાડીઓનું મેગા ઓક્શન
Next Article નવસારીમાં માર્ચ મહિનાની શરૂઆતમાં 25 વર્ષનો ગરમીનો રેકોર્ડ તૂટ્યો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

કઈ રીતે કામ કરે છે ટેરિટોરિયલ આર્મી? જે દેશને જરૂર પડે ત્યારે જ બોલાવાય છે, જાણો ભરતીના નિયમ
Gujarat મે 9, 2025
વેપાર મુદ્દે અમેરિકા સાથે ડીલની તૈયારીમાં ભારત, ટ્રમ્પ સરકારે આપી આ મોટી ઓફર
Gujarat મે 9, 2025
અમે મતભેદોનું સમાધાન કરાવીશું તેવી વાતો નિરાધાર: સિંધુ જળ સંધિ મુદ્દે વર્લ્ડબૅન્કના પ્રમુખનું નિવેદન
Gujarat મે 9, 2025
વિદ્યાથીઓ ખાલી ભણતર અને મોબાઈલમાં ના રહે , કોઈ સ્પોર્ટ્સ રમવું ખૂબ જરૂરી છે કહ્યું ટેનિસ પ્લેયર સૌરભ મિશ્રાએ
Bhavnagar Gujarat મે 9, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?