14 ડિસેમ્બર 2024 ના રોજ રાજ કપૂરની 100 મી જન્મજયંતિ છે. આ અવસર પર કપૂર પરિવાર દ્વારા ખાસ એક ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં રાજ કપૂરની 10 ફિલ્મો બતાવવામાં આવશે. જેમાં આગ, બરસાત, શ્રી420, જાગતે રહો અને જિસ દેશ મેં ગંગા બહતી હૈ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.
કપૂર પરિવાર પીએમ મોદી સાથે કરી મુલાકાત
કપૂર પરિવારે આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાત કરી હતી. તેમણે ખાસ આ પ્રસંગે હાજર રહેવા ખાસ આમંત્રણ આપ્યું હતું. કપૂર પરિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અનેક તસવીરો પણ લીધી હતી. જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. રાજ કપૂરના ફિલ્મ ફેસ્ટિવલના કાર્યક્રમમાં 13 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર વચ્ચે 10 ફિલ્મો બતવાવમાં આવશે. આ સ્ક્રીનિંગ 40 શહેરો અને 135 સિનેમાઘરોમાં થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઓટોગ્રાફ પણ લીધો
કરીના કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત કરી હતી. સૈફ અલી ખાન પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા અને તેમની સાથે વાતચીત કરતાં નજરે પડ્યા હતા. કરીના કપૂરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઓટોગ્રાફ પણ લીધો હતો.
ભારતીય સિનેમામાં રાજ કપૂરના યોગદાનની ઉજવણી
કરીના કપૂરે આ તસવીરોને શેર કરતાં કેપ્શનમાં લખ્યું કે અમે દાદાજીના વારસાની ઉજવણી માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપીને ખૂબ જ ખુશ છે. આજની આ ખાસ પળો માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આ માઈલસ્ટોન માટે તમારું સમર્થન અમારા માટે ખૂબ મહત્વનું છે. ભારતીય સિનેમામાં અમારા દાદાજીના યોગદાનના 100 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. અમે તેમના વારસાને સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. જે આવનારી અનેક પેઢીઓને પ્રેરણા આપશે.