ખેડા જિલ્લામાં રવિવારે ૫ નગરપાલિકા અને બે તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જિલ્લાના ૫૪૭ મતદાન મથકો પર મતદાન યોજાયું હતું. નગરપાલિકાના કુલ-૩૪ વોર્ડની ૧૩૬ બેઠકોની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. જિલ્લાની ૫ નગરપાલિકા ખેડા, મહેમદાવાદ, મહુધા, ચકલાસી, ડાકોરમાં આ પાંચેય નગરપાલિકામાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત અપક્ષ મળી કુલ ૩૨૮ ઉમેદવારો મેદાનમાં છે. ખેડાની પ પાલિકાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું છે, ઉમેદવારોનું રાજકીય ભાવિ ઈવીએમમાં સીલ થયું છે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું.
ખેડા જિલ્લા પાંચ નગરપાલિકા અને બે તાલુકા પંચાયતની ચૂંટણીમાં રવિવારે સવારે સાત વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધી મતદાન મથકો પર મતદાન કરાયુંહતું. છ વાગ્યા બાદ તમામ બુથો પર ઈવીએમને સીલ કરવામાં આવ્યું હતું અને તમામ ૪૯૦ ઉમેદવારોના ભાવિ ઇવીએમમા મહેમદાવાદ નગરપાલિકામા ૫૮.૨૫, ડાકોર નગરપાલિકામાં ૫૫.૫૮, ચકલાસી નગર-પાલિકામાં ૭૭.૨૯, મહુધા નગરપાલિકામાં ૬૪.૯૪ અને ખેડા નગરપાલિકામાં ૬૪.૪૨ ટકા મતદાન થયું છે. આમ કુલ ૨૪.૯૨ ટકા મતદાન નોંધાયું છે. જયારે કપડવંજ નગર-પાલિકાની વોર્ડ નંબર ૨ની પેટા ચૂંટણીમાં આ સમય દરમિયાન ૨૭.૫૨ ટકા અને વોર્ડ નંબર ૬ની પેટા ચૂંટણીમાં ૩૧.૯૦ ટકા જેટલું સરેરાશ મતદાન નોંધાયું છે. આમ કુલ ૨૯.૮૫ ટકા મતદાન નોંધાયું છે. કપડવંજ તાલુકા પંચાયતની ચુંટણીમા સવારે ૭થી ૫ કલાક કપડવંજ તાલુકા પંચાયતમા ૨૦.૨૭ ટકા મતદાન થયું છે. જયારે કઠલાલ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ૯૧.૪૯ ટકા મતદાન થયું છે. કુલ ૬૧.૦૩ ટકા મતદાન નોંધાયું છે. જ્યારે મહેમદાવાદની હલધરવાસ બેઠક પર ૨૭.૬૫ ટકા અને મોદજ બેઠક પર ૫૪.૧૮ ટકા મતદાન થયું છે, આમ કુલ આ બંને બેઠકો પર ૩૯.૭૦ ટકા મતદાન થયું છે.