વિરોધ પક્ષના કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશના પીએમ નરેન્દ્ર મોદી અંગે જ્ઞાતિ આધારિત અભદ્ર ભાષાનો ઉલ્લેખ કરવા મામલે વિરોધ થઈ રહ્યો છે, ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં સરદારની પ્રતિમા પાસે જિલ્લા ભાજપ બક્ષીપંચ યુવા મોરચા દ્વારા વિરોધ સાથે દેખાવો કરાયા છે.
રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રામાં ત્રીજા અને અંતિમ દિવસે મોદી જન્મથી ઓબીસી નથી તેવો વિવાદાસ્પદ દાવો કર્યો હતો. જેને લઇને સમગ્ર દેશમાં ભાજપના કાર્યકરો સાથે મોદીના ચાહકોમાં ભારે નારાજગી પ્રસરી હતી. આ મામલે ખેડા જિલ્લા ભાજપ બક્ષીપંચ યુવા મોરચા દ્વારા આજે શુક્રવારે વિરોધ સાથે દેખાવો કરાયા છે. નડિયાદ શહેરના નગરપાલિકાના ગેટથી રેલી કાઢી સરદારની પ્રતિમા પાસે સૌ કાર્યકરો એકઠા થયા હતા અને એ બાદ દેખાવોની સાથે સાથે રાહુલ ગાંધીના પૂતળા દહન કર્યું હતું. કાર્યકરોએ રાહુલ ગાંધી માફી માંગે તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા.