આવનારા દિવસોમાં અમુલ સહિત ખેડા જિલ્લા પંચાયત,અને અન્ય ચૂંટણીઓમાં સંગઠન ખૂબ મજબૂત બની હોદ્દેદારો અને કાર્યકરો નિષ્ઠાપૂર્વક કામ કરે તેવી હાકલ કરતા ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે નડિયાદમાં ખેડા જિલ્લા ભાજપની કમલમમાં મળેલી બેઠકમાં જણાવ્યું હતું.
અમુલ અને ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ નજીકના સમયમાં આવી રહી છે..આ ઉપરાંત અન્ય સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ભાજપના ઉમેદવારો જવલંત વિજય મેળવે અને તે દિશામાં સંગઠન વધુ મજબૂત બની કામ કરે તે માટે નડિયાદના ભાજપ કાર્યાલય, કમલમમાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ,જિલ્લાના ભાજપના ધારાસભ્યો,જિલ્લા ભાજપના મહામંત્રીઓ, હોદ્દેદારો,મંડળના પ્રમુખોની ઉપસ્થિતિમાં સહુને ભાજપના વિચારો સાથે નિષ્ઠા પૂર્વક સંગઠિત થઈ રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે માર્ગદર્શન આપ્યું હતું.