ધોરણ 12નુ તમામ પ્રવાહનુ પરીણામ જાહેર થયુ છે. સમગ્ર ખેડા જિલ્લામાં ધોરણ 12 સાયન્સનું 74.77 ટકા પરીણામ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વ્યવસાયલક્ષી પ્રવાહનુ 88.07 ટકા પરીણામ આવ્યું છે. ધોરણ 12 સાયન્સના પરીણામમાં ગયા વર્ષ કરતા ઘટ્યું છે. 2.91 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વ્યવસાયલક્ષી પ્રવાહમાં છેલ્લા 2 વર્ષના પરીણામો પર ચાલુ વર્ષે આવેલ પરીણામમા વધારો થયો છે. વર્ષ 2023ની અંદર આ બંને પ્રવાહમાં 67.75 ટકા પરીણામ અને વર્ષ 2024ની અંદર 87.43 ટકા પરીણામ આવ્યું હતું તો ચાલુ વર્ષે તેમાં સતત વધારો થયો છે.
ખેડા જિલ્લાનું ધોરણ 12 સાયન્સનું 74.77 ટકા પરીણામ આવ્યું છે. ધોરણ 12 સાયન્સની અંદર A1ની અંદર 16, A2ની અંદર 126, B1ની અંદર 232, 32ની અંદર 303, C1ની અંદર 388, C2ની અંદર 348, IDની અંદર 107 વિદ્યાર્થીઓ આવ્યા છે. ખેડા જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વ્યવસાયલક્ષી પ્રવાહનુ 88.07 ટકા પરીણામ આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વ્યવસાયલક્ષી પ્રવાહની અંદર ATની અંદર 44, A2ની અંદર 589, 91ની અંદર 1695, B2ની અંદર 2845, C1ની અંદર 3049, C2ની અંદર 1753, IDની અંદર 171 વિદ્યાર્થીઓ આવ્યા છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વ્યવસાય લક્ષી પ્રવાહમાં વાંઠવાળી કેન્દ્રનું 99.29% સૌથી ઊંચું પરીણામ આવ્યુ છે. જ્યારે સેવાલીયા કેન્દ્રનું 75.06% નીચું પરીણામ આવ્યું છે.