ખેડા જિલ્લામાં કપડવંજ મુખ્યાજી ગ્રાઉન્ડ ખાતે વુમન્સ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ નો શુભારંભ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડા લોકસભાના સાંસદ દેવુસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યો.
આ ટુર્નામેન્ટના અગ્રણી આયોજક જીનલ પટેલના જણાવ્યા અનુસાર આ પ્રસંગે કપડવંજ વિધાનસભાના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા સાહેબ અમૂલ ડેરી ચેરમેન વિપુલભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.
મહિલા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, તેમાં કપડવંજની કુલ આશરે 40 થી વધારે બહેનો ભાગ લીધેલ તેનું ઓપનિંગ 26 તારીખે સોમવારે સાજે 7 વાગે ખેડા ના સાંસદ દેવુસિંહજી ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું, કપડવંજ વિસ્તારમાં મહિલાઓનું યોગદાન રમતગમતમાં વધે અને રુચિ વધે એ આશાએ થી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.