Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 27°C

ખેડાના જિલ્લા રમત વિકાસ અધિકારી ડૉ. મનસુખભાઈ તાવેથિયા પેરા ઓલમ્પિક્સ ગેમ્સમાં ભારતીય ટુકડીનો ભાગ બનશે

ખેડાના જિલ્લા રમત વિકાસ અધિકારી ડૉ. મનસુખભાઈ તાવેથિયા પેરા ઓલમ્પિક્સ ગેમ્સમાં ભારતીય ટુકડીનો ભાગ બનશે
પેરા ઓલ્મપિક્સ ગેમ્સ – 2024 માટે પેરા ઓલમ્પિક્સ કમિટી ઓફ ઈન્ડિયા (PCI) દ્વારા પેરિસ (ફ્રાંસ) ખાતે આયોજીત પેરા ઓલમ્પિક્સ ગેમ્સ 2024 માટેની ભારતીય પેરા એથ્લેટીક્સ ખેલાડીઓની પસંદગી સમિતિમાં ખેડા જિલ્લા રમત વિકાસ અધિકારી  ડૉ. મનસુખ તાવેથિયાને સ્થાન આપવામાં આવ્યુ છે.  મનસુખ તાવેથિયાની તા. 28-08-2024 થી 09-09-2024 સુધી ટુકડીમાં સહભાગી થશે.
જે બદલ પેરા ઓલમ્પિક્સ કમિટી ઓફ ઈન્ડીયાના સેક્રેટરી જનરલએ ભારતીય એથ્લેટીક્સ ટીમની પસંદગી બદલ ખેડા રમત વિકાસ અધિકારી મનસુખ તાવેથિયાને અભિનંદન પાઠવ્યા છે. તેઓ જણાવે છે કે ડૉ.મનસુખભાઈ બુધાભાઈ તાવેથિયા પેરા સ્પોર્ટસ ક્ષેત્રે રમતગમતના આયોજન માટે મહત્વપુર્ણ સ્થાન ધરાવે છે. ડૉ.મનસુખભાઈ તાવેથિયા પોતાની ટેકનીકલ કુશળતા સાથે દિવ્યાગં રમતવીરોનું સંચાલન કરવામાં નિપુણ હોવાથી તેમની સેવાનો ભારતીય દિવ્યાંગ રમતવીરોને લાભ મળશે.

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.