અમદાવાદ નજીક આવેલા ઘુમા ગામમાં 150 વર્ષ જુનું મા ખોડીયારનું મંદિર આવેલું છે. ઘુમા અને આજુબાજુના ગામના લોકો મા ખોડીયાર દર્શન કરવા નિયમિત મંદિરે આવે છે. અહીં આવતા શ્રદ્ધાળુઓની સાચી શ્રદ્ધાથી કરેલી અરજી માતાજી અચૂક પૂર્ણ કરે છે એટલે શ્રદ્ધાળુઓની માતાજી પ્રત્યે અનેરી આસ્થા જોડાયેલી છે. ગુજરાતમાં ખોડિયાર માતાજીના અનેક મંદિરો આવેલા છે. અમદાવાદ નજીક ઘુમા ગામમાં ખોડીયાર માતાજીનું આશરે 150 થી 200 વર્ષ જુનું મંદિર આવેલું છે. ઘુમા ગામના આ ખોડીયારધામનું અનેરું મહત્વ છે. ખોડીયારધામ ગામના લોકોની અતૂટ શ્રદ્ધાનું કેન્દ્ર છે. વર્ષો જુના ખોડીયાર માતાજીના મંદિરનો થોડા સમય પહેલા જ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. માતાજીના મંદિરે દર્શને આવતા શ્રદ્ધાળુઓની મનોકામના માતાજીના આશીર્વાદથી ચોક્કસ પૂર્ણ થાય છે. મંદિરમાં બિરાજમાન મા ખોડીયારની મુર્તિ સામે જઈને ઉભા રહીએ ત્યારે દિવ્ય અનુભૂતિ થાય છે. માતાજીના મંદિરે નિસંતાન દંપતિ, સંતાન સુખ માટે અને વિદેશ જવા ઈચ્છતા લોકો ખાસ માનતા રાખે છે.
અમદાવાદના ઘુમામાં બિરાજમાન મા ખોડીયાર
150 વર્ષ જુના મંદિરનો ત્રણવાર થયો છે જીર્ણોદ્ધાર
ગામમાંથી સ્થાળાંતર થઈ બીજે રહેવા ગયા છે તે લોકો પણ ખોડીયાર માતાજીના મંદિરે નિયમિત દર્શન કરવા આવે છે. અને આ જ તો તેમની માતાજી સાથે જોડાયેલી અતૂટ શ્રદ્ધા છે. ગામના લોકોએ જ્યારે પણ પોતાની કોઈપણ સમસ્યા માટે માતાજીને પ્રાર્થના કરી છે ત્યારે તેમની સમસ્યાનું ચોક્કસથી નિવારણ થયુ જ છે. અને એટલે જ તમામ ગ્રામવાસીઓને માતાજીમાં અતૂટ વિશ્વાસ છે. ખોડીયાર માતાના મંદિરે નિયમિત દર્શને જતા ગ્રામજનો કોઈપણ કામની શરૂઆત કરતાં પહેલા કે કોઈપણ જગ્યાએ બહાર જતા પહેલા માતાજીના દર્શન કરીને જ જાય છે અને આમ કરવાથી તેમના દરેક કામમાં તેઓ સફળતા હાંસલ કરે છે, તેમના કોઈ કામ અટકતા નથી. અને તેમાં કોઈપણ વિધ્ન આવતા નથી અને તેમનું માનવુ છે માતાજીના અમારા ગામ પર સદાય આશીર્વાદ રહે છે. 150 વર્ષ જુના ખોડીયાર મંદિરે આવીને માતાજી સમક્ષ કરેલી કોઈપણ પ્રાર્થના ક્યારેય પણ નિષ્ફળ જતી નથી. મંદિરમાં રોજ વિવિધ પ્રસાદ ધરાવવામાં આવે છે. ગામના બાળકથી લઈને વૃદ્ધ, દરેક વ્યક્તિ માતાજીમાં અનેરો ભાવ ધરાવે છે. માતાજીના મંદિર પર લહેરાતી ધજાને સ્પર્શ થઈને જતી હવા પણ જાણે દૂરદૂર વસતા લોકોને સ્પર્શ કરી તેમને પણ માતાજીની હાજરીના સાક્ષાત્કારની અનુભૂતિ કરાવે છે.