૨૩-બારડોલી લોકસભાના “મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન’ બારડોલી ખાતે મંત્રી કુંવરજીભાઈ હળપતી અને ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ તથા સુરત જીલ્લાના પ્રભારી ઉષાબેન પટેલના અધ્યક્ષ સ્થાનેહસ્તે કરાયું હતું. આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપા પ્રમુખ ભરતભાઇ રાઠોડે સ્વાગત પ્રવચન કર્યું હતુ. ત્યાર બાદ રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી ભાઈ હળપતિ, સાંસદ પ્રભુભાઈ વસાવા,એ જંગી બહુમતીથી જીતાડીને કમળ ખીલવવા અપીલ કરી હતી. બારડોલીના ધારાસભ્ય ઇશ્વરભાઈ પરમારએ જણાવ્યુ હતુ કે. આપણા માર્ગદર્શક અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાહેબની સૂચના થી આજે સમગ્ર રાજ્યના તમામ ૨૬ લોકસભા બેઠકના ચૂંટણી કાર્યાલયનું એક સાથે ઉદઘાટન કરવામાં આવ્યા છે. આગામી લોકસભાની ચૂંટણીમાં દરેક કાર્યકર્તાઓને ૫, લાખ જેટલી જંગી લીડથી જીતવાનું એકલક્ષ્ય હોવું જોઇએ ત્યાર બાદ મહુવાના ધારાસભ્ય મોહનભાઈ પટેલ,(ઢોડિયા), ત્યાર બાદ માંગરોળ ના ધારા સભ્ય ગણપત ભાઈ વસાવાએ લોકસભાની તમામ શિટો ૫ લાખની લીડ થી જીતવાની છે.તે માટે જવાબદારીથી કામે લાગી જવા માટે કર્યક્રતાઓ નો ઉત્સાહ વધાર્યો હતો. ત્યાર બાદ મંત્રીએ કુંવરજી ભાઈ હળપતિએ જણાવ્યું હતું કે. આયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એ ગઈકાલનો દિવસ સમાગ્ર દેશ માટે એટિહશિક હતો.
કેન્દ્ર અને રાજ્ય સરકારના યોજના વિશે માહિતી આપી ને આ બધી બાબતો લોકો સુધી પહોંચાડીને છેવાડા ગામડા માં રહેતા નાના માણશોને યોજનાઓના લાભ આપ્યા છે. જબ તક જીના તબ તક શિખના હે. તબ તક શીખના હે કુયકી અનુભવી પેજ કાર્યકર્તા હોતા હૈ.કહીને દરેક કાર્યકર્તાઓને એકકશન મોડ માં આવી જવા માટે આહવાન કર્યું હતુ.અને નરેન્દ્ર ભાઈ મોદીજી ૨૦૨૪, માં વડા પ્રધાન બનવાના છે.એમાં કોઈ શંકા નથી. ભારત દેશ વિશ્વ ગુરુ બનશે , આગમી બજેટ માં આદિમ જૂથને વિશેષ લાભો આપવામાં આવશે.કેન્દ્ર અને રાજ્ય સરકારે જે કામો કર્યાં છે.એમાં કોઈ કસર બાકી રાખી નથી. એ ગર્વ ની વાત છે. ત્યાર બાદ સુરત જિલ્લા પ્રભારી ઉષાબેન પટેલ,તાપી જીલ્લા ભાજપ પ્રભારી મધુભાઈ કથીરીયા એ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.અને શુભેરછાઓ પાઠવી હતી.
આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપા પ્રમુખ ભરતભાઈ રાઠોડ,મહામંત્રીઓ જીગરભાઈ નાયક,રાજેશભાઈ પટેલ, તાપી જિલ્લા ભાજપા પ્રમુખ મયંક ભાઈ જોષી,મહામંત્રીઓ રાકેશભાઈ કાચવાલા, ડૉ.નિલેશભાઈ ચોધરી, જિલ્લા પ્રમુખ મહિલા મોરચા મનીષાબેન ચોધરી, તાપી જિલ્લાના પ્રભારી મધુભાઈ કથીરીયા , સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા, આ ધારાસભ્યશ્રીઓ ગણપતભાઈ વસાવા,ઈશ્વરભાઈ પરમાર,મોહનભાઈ પટેલ,(ઢોડિયા),જયરામભાઇ ગામીત,મોહનભાઈ કોંકણી, સુરત જિલ્લા પંચાયત પ્રમુખ, ભાવિનીબેન પટેલ, ભાવેશભાઈ પટેલ, તાપી જીલ્લા પંચાયતના પ્રમુખ જાલિમ સિંહ ,વસાવા, કેતનભાઈ પટેલ, અશ્વિનભાઇ પટેલ, તાપી જીલ્લા પંચાયતની પ્રમુખ, રાજેશભાઈ પાઠક,મહેશભાઈ વસાવા, તેજસ વશી, નરેશભાઈ પટેલ, ગુણવંતભાઈ દેસાઈ, રોહિતભાઈ પટેલ તથા ૨૩- બારડોલી લોકસભા મતવિસ્તારના અપેક્ષીત હોદેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમનું સંચાલન ધારાસભ્ય જયરામભાઇ ગામીતે કર્યું હતુ.જયારે જીગર ભાઈ નાયકએ આભારવિધિ કરી હતી.