Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 35°C

શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને દેવ દિવાળીના પર્વે મહાઅન્નકૂટ

શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને દેવ દિવાળીના પર્વે મહાઅન્નકૂટ

શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને દેવ દિવાળીના પર્વે મહાઅન્નકૂટ ધરાવવામાં આવ્યો અને દાદા ના ગૃહ ને દીવા અને સાથીયા થી શણગારવામાં આવ્યું. અને બપોરે 12:00 કલાકે અન્નકૂટ આરતી કરી પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું.

દાદા ને પરંપરા મુજબ સુખડીનો ભોગ જમાડવામાં આવ્યો.
આ મંદિર 142 વર્ષ જૂનું છે જે નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે આવેલું છે. જે મંદિરમાં દર શનિવારે અલગ અલગ પ્રકારના અનોખા શણગાર દાદાને કરવામાં આવે છે અને દાદા ને મહા ભોગ ધરાવવામાં આવે છે અને ભક્તો આ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવે છે અનોખા દર્શનનો લાભ લેવા સવારથી સાંજ સુધી ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે.

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

 

 

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.