Skip to content
બુધવાર, ઓક્ટોબર 21, 2026 Ahmedabad 27°C

પોરબંદર દરિયાઈ વિસ્તારમાં મોટી કાર્યવાહી, ATS અને કોસ્ટ ગાર્ડે 200 કિલોથી વધુ ડ્રગ્સ ઝડપી

પોરબંદર દરિયાઈ વિસ્તારમાં મોટી કાર્યવાહી, ATS અને કોસ્ટ ગાર્ડે 200 કિલોથી વધુ ડ્રગ્સ ઝડપી

ગુજરાત ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડે સંયુક્ત કાર્યવાહી કરીને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ નેટવર્કને મોટો ઝટકો આપ્યો છે. પોરબંદરના દરિયાઈ વિસ્તારમાં મધદરિયે હાથ ધરાયેલા ઓપરેશન દરમિયાન અંદાજે 200 કિલોથી વધુ નશીલા પદાર્થોનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત કરોડો રૂપિયા હોવાનું અનુમાન છે. સુરક્ષા એજન્સીઓના સતર્ક પ્રયાસોથી ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ કરીને ડ્રગ્સ ઘુસાડવાના આંતરરાષ્ટ્રીય સ્મગલરોના મનસૂબા નિષ્ફળ થયા છે.

ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી

ગુજરાત ATSને મળેલી ચોક્કસ ઇનપુટ મુજબ દરિયાઈ માર્ગે મોટા પ્રમાણમાં ડ્રગ્સ ગુજરાતમાં લાવવામાં આવવાનું હતું. આ માહિતી મળતા જ ભારતીય કોસ્ટ ગાર્ડ સાથે સંકલન કરીને મધદરિયામાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. પોરબંદરના દરિયાઈ સીમામાં શંકાસ્પદ હિલચાલ કરતી એક બોટને રોકી તપાસ કરતા અંદરથી 200 કિલોથી વધુ ડ્રગ્સ મળી આવ્યું હતું.

ઈરાની કનેક્શન આવ્યું સામે

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ નશીલા પદાર્થોનો જથ્થો ઈરાનથી લાવવામાં આવી રહ્યો હતો. બોટમાં સવાર બે ઈરાની નાગરિકોને પોલીસે ઝડપ્યા છે. આ ડ્રગ્સ ગુજરાતના દરિયાકાંઠે કોને સોંપવાના હતા અને આ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટના તાર ક્યાં સુધી જોડાયેલા છે તે અંગે ATS દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

ડ્રગ્સ વિરુદ્ધ ઝીરો ટોલરન્સ નીતિ

ગુજરાત સરકાર અને સુરક્ષા એજન્સીઓ રાજ્યના લાંબા દરિયાકિનારે ડ્રગ્સ સ્મગલિંગ અટકાવવા માટે ‘ઝીરો ટોલરન્સ’ અભિગમ અપનાવી રહી છે. છેલ્લા કેટલાક સમયમાં ATS અને કોસ્ટ ગાર્ડના સંકલિત પ્રયાસો દ્વારા મધદરિયામાં જ ડ્રગ્સ પકડવાના કિસ્સાઓ વધ્યા છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્મગલરોને મોટો ફટકો લાગ્યો છે.

છેલ્લા 10 વર્ષમાં કરોડોની ડ્રગ્સ જપ્ત

રાજ્યમાં ડ્રગ્સ વિરુદ્ધ સખત કાર્યવાહી હેઠળ છેલ્લા દાયકામાં કુલ 13,939 કરોડ રૂપિયાની કિંમતનું અંદાજે 1.74 લાખ કિલો સિન્થેટીક ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. માત્ર વર્ષ 2025માં જ ગુજરાતમાંથી 2240 કરોડ રૂપિયાનું 20,823 કિલો સિન્થેટીક ડ્રગ્સ ઝડપાયું હતું. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ગેરકાયદે રીતે ચાલતી અડધો ડઝન જેટલી ડ્રગ્સ ફેક્ટરીઓ ઉપર પણ કાર્યવાહી કરીને મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Porbandar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.