ગુજરાત રાજ્યનાં તબીબી અધિકારીઓનાં સંગઠન દ્વારા આણંદમાં મળેલ સામાન્ય સભામાં ભાવનગરનાં કર્મશીલ તબીબી અધિકારી મનસ્વિની માલવિયાને ખજાનચી તરીકે મળ્યું સ્થાન મળ્યું છે.
તાજેતરમાં આણંદમાં ગુજરાત રાજ્યનાં તબીબી અધિકારીઓનાં સંગઠન ગુજરાત ઈન સર્વિસ ડોક્ટર્સ એસોસિએશન તથા ગુજરાત મેડિકલ ઓફિસર (વર્ગ ૨) એસોસિએશનની સાધારણ સભા હોદ્દેદારો સહિત ૮૦૦ જેટલા તબીબી અધિકારી સભ્યોની ઉપસ્થિતિમાં મળી ગઈ.
આણંદમાં મળેલ આ સામાન્ય સભામાં ભાવનગરનાં કર્મશીલ તબીબી અધિકારી મનસ્વિની માલવિયાને ખજાનચી તરીકે મળ્યું સ્થાન મળ્યું છે. તેઓ હાલ ભાવનગર જિલ્લા આરોગ્ય વિભાગમાં ગુણવત્તા નિયંત્રણ માટેની જવાબદારીમાં છે. અગાઉ સિહોર સહિત અલગ અલગ આરોગ્ય કેન્દ્રમાં તબીબી અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.
મનસ્વિની માલવિયા પોતે આરોગ્ય તંત્રની ફરજમાં કોરોના સહિતની બીમારીઓ દરમિયાન વિશેષ ફરજ ઉપરાંત વૃક્ષારોપણ, સામાજિક ચેતના, મહિલા જાગૃતિ સાથે વિશિષ્ટ સેવા કાર્ય કરી રહ્યા છે, જેઓને વિવિધ સન્માન પણ પ્રાપ્ત થયાં છે.
ભાવનગર જિલ્લામાંથી પ્રથમ વાર જ આ સંગઠનમાં ખજાનચી તરીકે મનસ્વિની માલવિયાની નિમણુક થતાં આરોગ્ય કચેરી પરિવાર તેમજ શુભેચ્છકો દ્વારા અભિનંદન પાઠવાયા છે.