વર્ષ 2023માં BCCI દ્વારા WPLની શરૂઆત કરવામાં આવી હતી. હવે આ ટુર્નામેન્ટના બીજા સિઝનઈ તૈયારીઓ ચાલી રહી છે જેના માટે આજે મુંબઈમાં WPL Auction 2024નું આયોજન કરવામાં આવશે. આ ઓક્શનમાં કુલ 165 મહિલા ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવશે, જેમાં માત્ર 30 ખેલાડીઓની જ ખરીદી થશે.
The wait is over 😎
It's #TATAWPLAuction Day! 🔨 pic.twitter.com/5HmkqPvbor
— Women's Premier League (WPL) (@wplt20) December 9, 2023
કઈ ટીમ પાસે કેટલા સ્લોટ ખાલી
ટુર્નામેન્ટની 5 ટીમો પાસે માત્ર 30 સ્લોટ ખાલી છે, જેમાંથી ગુજરાત જાયન્ટ્સ પાસે મહત્તમ 10 સ્લોટ ખાલી છે. આ પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પાસે 7 સ્લોટ ખાલી છે, ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ પાસે 5 સ્લોટ, યુપી વોરિયર્સ પાસે 5 સ્લોટ અને ગત સિઝનમાં ઉપવિજેતા રહી ચૂકેલી દિલ્હી કેપિટલ્સ પાસે 3 સ્લોટ ખાલી છે.
કઈ ટીમ પાસે કેટલા પૈસા છે પર્સમાં
ઓક્શનમાં હાજર 165 મહિલા ખેલાડીઓમાં 104 ભારતીય જયારે 61 વિદેશી ખેલાડીઓ છે. કુલ 165 ખેલાડીઓમાં 56 કેપ્ડ અને 109 અનકેપ્ડ પ્લેયર છે. હવે જોવાનું એ રહેશે કે આ 5 ટીમો કયા પ્લેયર્સ પર બોલી લગાવશે. ગુજરાત જાયન્ટ્સ પાસે સૌથી વધુ 5.95 કરોડ રૂપિયા પર્સમાં છે, જેમાં તેણે 10 ખેલાડીઓ ખરીદવાના છે. આ સિવાય યુપી વોરિયર્સ પાસે 4 કરોડ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પાસે 3.35 કરોડ, દિલ્હી કેપિટલ્સ પાસે 2.25 કરોડ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ પાસે 2.10 કરોડ રૂપિયા પર્સમાં છે. ઓછી પર્સ કિંમત ધરાવતી ટીમો અનકેપ્ડ ખેલાડીઓને ખરીદવા માંગશે છે કારણ કે તેઓ ઓછા પૈસામાં ખરીદી શકાય છે.