સુરેન્દ્રનગરના સાયલામાંથી મોટાપાયે ખનીજ ચોરી ઝડપાઈ છે.બાતમીના આધારે લીંબડીના પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમે પોલીસને સાથે રાખીને કેરાળા ગામની સીમમાં રેડ કરી હતી.દરોડાની કાર્યવાહીમાં ગેરકાયદે બેલ્ક ટ્રેપ ખનીજનું ગેરકાયદે ખનન ઝડપાયું છે.
સુરેન્દ્રનગરના સાયલામાંથી મોટાપાયે ખનીજ ચોરી ઝડપાઈ છે.બાતમીના આધારે લીંબડીના પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમે પોલીસને સાથે રાખીને કેરાળા ગામની સીમમાં રેડ કરી હતી.દરોડાની કાર્યવાહીમાં ગેરકાયદે બેલ્ક ટ્રેપ ખનીજનું ગેરકાયદે ખનન ઝડપાયું છે.પોલીસે સ્થળ પરથી 4 એક્ટીવેટર મશીન અને 4 ડમ્પર સહિત 1.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એટલું જ નહીં ખોદેલા ખાડાઓની માપણી કરીને દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તો બીજી તરફ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાનું નાગનેશ ગામની પાસેથી નિકળતી નદીમાં ખનીજ ચોરી કરવાની ઘટના સામે આવી હતી. છેલ્લા અનેક વર્ષોથી ખનીજ માફિયા રેતીની ચોરી કરાતા હોવાનું સામે આવ્યુ હતુ.તેમજ આ કામ થોડા સમય બંધ થાય છે ત્યારબાદ ફરી ચાલુ કરી દેવામાં આવે છે.ખનીજ ચોરી પકડાઈ જાય ના તે માટે દિવસમાં ચેકીંગના ડરના કારણે રાત્રે ખનીજચોરો ટ્રેકટર અને ટ્રકના ફેરા મારતા હોવાનું સામે આવ્યુ હતુ.