નડિયાદ તાલુકાના ગામડાઓમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત આવેલ સહકાર, મીઠા ઉદ્યોગ, લઘુ સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રીએ ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકરી બેન્ક લી. (કેડીસીસી)નડિયાદની મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. મંત્રીએ બેન્કના હોદ્દેદારો અને સમિતિના સભ્યો સાથે બેઠક કરી મંડળીના એકાઉન્ટ્સ, ડીપોઝીટ, ધિરાણની સમસ્યાઓ, પગારધોરણ, કમ્પ્યુટરાઈઝેન જેવી બાબતોથી માહિતગાર થઈ બેન્કના ઉત્કર્ષ માટે માર્ગદર્શક સુઝાવો આપ્યા હતા. આ પ્રસંગે કેડીસીસી બેન્કના કર્મી દ્વારા તૈયાર કરવામાં આવેલ લોન ઓર્ગેનાઈઝેશન સિસ્ટમ સોફ્ટવેર અને માઈકો એપ વિશે પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મહેમદાવાદ ધારાસભ્ય, મહુધા ધારાસભ્ય, કેડીસીસી બેન્ક ચેરમેન, વાઈસ ચેરમેન, અમુલ ડેરી ચેરમેન, જિલ્લા રજીસ્ટ્રાર હાજર રહ્યા હતા.