Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 30°C

નડિયાદ રેલવે સ્ટેશન ખાતેથી મંત્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ આસ્થા ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું

નડિયાદ રેલવે સ્ટેશન ખાતેથી મંત્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ આસ્થા ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું

અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિર લોકાર્પિત થયું ત્યારથી દેશભરમાંથી ભક્તો ભગવાન રામ લલ્લાનાં દર્શને જઇ રહ્યા છે, આજે ખેડા જિલ્લાના રામ ભક્તોને લઇ નડિયાદ થી આસ્થા ટ્રેન અયોધ્યા જવા રવાના થઇ ત્યારે નડિયાદ જંકશન થી મંત્રી ઋષિકેશભાઈ પટેલજી, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, પ્રદેશ ઉપાધ્યક્ષ, જિલ્લા પ્રમુખ દ્વારા યાત્રામાં જઈ રહેલ ભક્તોની મુલાકાત લઈ આસ્થા ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું અને સમગ્ર રેલ્વે સ્ટેશન જય શ્રી રામનાં નારા સાથે ગૂંજી ઉઠ્યું.

આ પ્રસંગે પ્રદેશ મંત્રી, જિલ્લા મહામંત્રી, ઉપપ્રમુખ, શહેર સંગઠન પ્રમુખ, આસ્થા યાત્રા ટ્રેન ઇન્ચાર્જ, જિલ્લા અને શહેર સંગઠનના પદાધિકારીઓ, કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યાં હતા.

 

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.