જિલ્લાના સ્પોર્ટ્સ કોમલેક્સ ખાતે યોજાયેલ ખેલમહાકુંભ 3.O (યોગાસન) ની જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ડી.એસ.ઓ ગોહિલ સાહેબના માર્ગદર્શનમાં યોગ ગુરુઓ સર્વશ્રી હેતસ્વીબહેન સોમાણી,પ્રીતબહેન,જયસિંહભાઈ,કીર્તિભાઈ સંદિપસર સહિતના એક્સપર્ટ્સ ની ઉપસ્થિતિમાં યોજાયેલ,આ સ્પર્ધામાં આંતર રાષ્ટ્રીય યોગા પ્લેયર અને મિસ યોગીની ઓફ ગુજરાતની ટાઇટલ વિનર ઋચા ત્રિવેદીએ પોતાના વયજૂથ કેટેગરીમાં ટ્રેડિશનલ ઈન્ડિવિડ્યુઅલ ઇવેન્ટમાં તૃતીય તથા આર્ટીસ્ટીક ઇવેન્ટમાં દ્વિતીય સ્થાન અંકે કરી કે.એમ.કે ૩.O રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે ક્વાલિફાય બની છે.
૧૪ વર્ષીય ઋચા ત્રિવેદી આગામી સમયમાં કે.એમ.કે ૩.૦ ની સ્ટેટ કોમ્પિટેશન સહિત બી.ડી.વાય.એસ.એ ની નેશનલ ચેમ્પિયનશિપ,ખેલો ઈન્ડિયાની અસ્મિતા વુમન સિટી પ્રીમિયર લીગ તથા એસ.જી.એફ.આઈ સહિત ૪ અલગ અલગ ચેમ્પિયનશિપ રમવા જનાર છે.
ઋચા ત્રવેદી શહેરની દક્ષિણામૂર્તિ સ્કૂલની ધો.૯ની વિદ્યાર્થીની છે તેમજ યૂનિવર્સિટી યોગ હોલની યોગા એથ્લેટ છે, ઋચાના યોગ ગુરુ આર.જે.જાડેજા સાહેબના માર્ગદર્શનમાં યોગ કોચ રેતુભા સર હેઠળ તાલીમ લઈ રહી છે ,તેની આ સિદ્ધિ બદલ શાળા તથા યોગ હોલ પરિવાર દ્વારા આશિર્વાદ સાથે અભિનંદન આપવામાં આવ્યા હતા.