25 વર્ષીય જાવેદ અહેમદ કુલગામ જિલ્લાના અસ્થલ ગામનો રહેવાસી છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે શનિવારે રાત્રે લગભગ 8 વાગ્યે આતંકવાદીઓએ તેની કારમાંથી તેમનું અપહરણ કર્યું હતું. કારમાંથી લોહીનાં નિશાન પણ મળ્યાં હતાં. જવાનનું પોસ્ટિંગ લેહમાં છે.
જાવેદનાં માતા-પિતાએ આતંકવાદીઓને તેમના પુત્રને છોડાવવાની વિનંતી કરી હતી. વાની ઈદની રજા મનાવવા ઘરે આવ્યો હતો. વાની શનિવારે પોતાની કારમાં ચવલગામ જઈ રહ્યો હતો. ઘણા કલાકો સુધી ગુમ થયા બાદ ગામના લોકોએ તેને શોધવાનું શરૂ કર્યું.
જવાનનાં ચપ્પલ અને લોહીનાં નિશાન મળ્યાં હતાં
તપાસ દરમિયાન કુલગામ નજીક પ્રાન્હાલ પાસેથી તેની અનલોક કાર મળી આવી હતી. કારમાંથી જવાનનાં ચપ્પલ અને લોહીના ડાઘા મળી આવ્યા હતા. સેના અને પોલીસની ટીમ સર્ચ-ઓપરેશન ચલાવી રહી છે.
#Missing Army jawan has been recovered by Kulgam Police. Joint #interrogation will start shortly after medical checkup. Further details shall follow: ADGP Kashmir@JmuKmrPolice
— Kashmir Zone Police (@KashmirPolice) August 3, 2023
માતાએ કહ્યું હતું- મારો પુત્ર મને પરત કરો
જાવેદની માતાએ કહ્યું હતું કે મારો પુત્ર નિર્દોષ છે. જો તેણે કંઇક ખોટું કર્યું હોય, તો હું માફી માગું છું. ભગવાન ખાતર મને મારો પુત્ર પાછો આપો. અમે બધાની માફી માગીએ છીએ. કૃપા કરીને તેને મુક્ત કરો. જો તમે ઈચ્છો છો કે તે તેની સેનાની નોકરી છોડી દે તો તે આમ કરશે.
2017માં પણ આતંકવાદીઓએ જવાનનું અપહરણ કરીને તેને ગોળી મારી દીધી હતી
જમ્મુ-કાશ્મીરમાં સેનાના જવાનોના અપહરણનો આ પહેલો મામલો નથી. આ પહેલાં પણ આતંકવાદીઓ ઘણી વખત સેનાના જવાનોનું અપહરણ કરી ચૂક્યા છે. મે 2017માં પણ આતંકવાદીઓએ રજા માણવા ઘરે આવેલા આર્મી ઓફિસર ઔરંગઝેબનું અપહરણ કર્યું હતું. આ પછી તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ઔરંગઝેબ એક લગ્ન સમારોહમાં હાજરી આપવા જઈ રહ્યા હતા ત્યારે આતંકવાદીઓએ તેમના પર હુમલો કર્યો હતો.
આ પછી બુધવારે સવારે હરમન વિસ્તારમાં તેના ઘરથી લગભગ ત્રણ કિલોમીટર દૂર તેનો ગોળીઓથી વીંધાયેલો લોહીથી લથપથ મૃતદેહ મળ્યો હતો. આ સિવાય શહીદ લેફ્ટનન્ટ ઉમર ફયાઝ અને શહીદ જવાન ઈરફાન અહમદ ડારને પણ આતંકીઓએ એ જ સમયે માર્યા, જ્યારે તેઓ રજા પર ઘરે જઈ રહ્યા હતા.
આ તસવીર શહીદ જવાન ઔરંગઝેબની છે, જેની આતંકવાદીઓએ હત્યા કરી નાખી હતી.
સેનામાં SOPનું પાલન કરવું જરૂરી છે
ફયાઝ અને ડારને ગુમાવ્યા બાદ સેનાએ SOP એટલે કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરનું પાલન કરવાનો નિર્ણય લીધો હતો. આ અંતર્ગત સેનામાં તહેનાત કાશ્મીર ખીણના જવાનોને સુરક્ષા આપવા અને તેમના ઘરની નજીકના આર્મી યુનિટને માહિતી આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.