દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સફળ નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સુશાસનના ૯ વર્ષ પૂર્ણ થયા નિમિત્તે જનસંપર્ક અભિયાન અંતર્ગત ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ નડિયાદ વોર્ડ નં.12, બુથ નંબર-161 માં ઘર-ઘર સંપર્ક દ્વારા ઘર આંગણે જઈને મુલાકાત લીધી અને સંવાદ કરી પ્રતિભાવ મેળવ્યા હતા.
નાગરિકો સરકારની કલ્યાણકારી યોજનાઓથી માહિતીગાર થાય અને આ યોજનાઓનો વધુમાં વધુ લાભ પ્રાપ્ત કરે તેવા શુભ ભાવ સાથે લોક સંપર્કનો સેતુ સાધ્યો.
શહેર સંગઠન, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી, મહામંત્રી, વિધાનસભા ઇન્ચાર્જ, કાઉન્સિલરઓ, સંગઠનના પદાધિકારીઓ, ઉપસ્થિત રહ્યા હતા.