નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા ચરોતરના સુપ્રસિદ્ધ અને સૌથી મોટા ગરબા મહોત્સવ ખાતે આઠમના નોરતે માં જગદંબાના સ્વરૂપ સમી દીકરીઓ માટે એક અગત્યની જાહેરાત કરવામાં આવી હતી.
નડિયાદના ધારાસભ્ય દ્વારા તા. 1 સપ્ટેમ્બર 2024 થી લઈને 27 સપ્ટેમ્બર 2024 સુધી જે દીકરીઓએ નવદુર્ગા નવરાત્રિ મહોત્સવનાં પાસ ઓનલાઇન બુકિંગમાં ખરીદેલ તેવી 7000 જેટલી દીકરીઓને આ પાસ નું તેઓના બેંક ખાતામાં રિફંડ આપવામાં આવશે. સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ વાર આવી જાહેરાત કરવામાં આવી છે.
આ પહેલા પણ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા ખેડા જિલ્લાની 507 દીકરીઓના જન્મદિવસ નિમિત્તે નવદુર્ગા નવરાત્રિ મહોત્સવ 2024ના ગરબાના પાસ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. સાથે સંતરામ મંદિર નડિયાદમાં રૂ.1,00,000 /- નું અનુદાન આપવામાં આવ્યું છે. અને BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર અબુધાબી ખાતે રૂ.1,00,000 ના ચાંદીના દીવાનું દાન આપવામાં આવ્યું છે. ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ આ ભવ્ય અને વિશાળ આયોજનને સફળ બનાવવા બદલ સૌ ખેલૈયાઓનો, આયોજકોનો અને ભાજપ પરિવારના સભ્યોનો આભાર માન્યો હતો.