આણંદ ખાતે રહેતી મોડલ અને ઈન્ફલ્યુએન્સર રિદ્ધિ સુથારે લાંભવેલ પાસે કેનાલમાં અગમ્ય કારણોસર ઝંપલાવ્યું હતું, જેનો મૃતદેહ કણજરી પાસેથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે નડિયાદ ખસેડાયો હતો, વડતાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જાણીતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર રિદ્ધિ સુથારે લાંભવેલ નજીક આવેલી મોટી નહેરમાં કૂદીને આપઘાત કર્યો છે. યુવતી રિદ્ધિ સુથાર દોઢ વર્ષના બાળકની માતા હતી, આ ઘટના બાદ તેના ફોલોઅર્સ અને પરિવારજનોને આઘાતમાં છે, રિદ્ધિ સુથારનો મૃતદેહ ખેડા જિલ્લાના કણજરી ગામ નજીકની કેનાલમાંથી મળી આવ્યો છે, પોલીસે મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આ ઘટનાને લઈને વડતાલ પોલીસે તપાસ શરૂ કરી છે અને આ આપઘાત પાછળના કારણો શોધવા માટે પ્રયાસ કરી રહી છે.