પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર બન્યા બાદ આજે સંસદમાં પ્રથમ પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. સંસદમાં બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે તમામ ક્ષેત્રો અને તમામ વર્ગના લોકો માટે ઘણી મોટી જાહેરાતો કરી છે.
દરમિયાન નાણામંત્રીએ યુવાનોને મોટી ભેટ આપી છે. નાણામંત્રીએ તેમના બજેટ ભાષણ દરમિયાન કહ્યું હતું કે, સરકાર રોજગાર આપવા માટે ત્રણ પ્રોત્સાહક યોજનાઓ લાવશે, પીએમ યોજના હેઠળ ત્રણ તબક્કામાં પ્રોત્સાહનો આપવામાં આવશે.
આ દરમિયાન નાણામંત્રીએ યુવાનો માટે વધુ એક મોટી જાહેરાત કરી છે. તેમના ભાષણ દરમિયાન, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે તમામ ઔપચારિક ક્ષેત્રોમાં પ્રથમ વખત કામ કરનારા કર્મચારીઓને કાર્યદળમાં પ્રવેશ પર એક મહિનાનો પગાર મળશે. એક મહિનાના પગારનું આ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT), 15,000 રૂપિયા સુધી, ત્રણ હપ્તામાં આપવામાં આવશે.
પ્રથમ વખત નોકરી શોધનારાઓ માટે, જો તેમનો પગાર 1 લાખ રૂપિયાથી ઓછો હોય તો આ લાભ મેળવી શકાય છે. તેનાથી 2.1 લાખ યુવાનોને ફાયદો થવાની આશા છે.