સોલર રૂફ ટોપ સ્કિમ પર મોદી સરકારનો મોટો નિર્ણય. એક કરોડ પરિવાર મળશે 300 યુનિટ સુધીની વીજળી મફત.
આજે કેન્દ્ર સરકારે સોલર રૂફ ટોપ યોજના માટે રૂપિયા 75 હજાર કરોડની રકમને મંજૂરી આપી છે. આ મંજૂરી બાદ દેશના એક કરોડ પરિવારને તેનો લાભ મળશે. આ બીલને આજે કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. ઉલ્લેખનીય છે કે 1 કિલો વોટનો ઈન્ટોલેશન પર રૂપિયા 30 હજારની અને 2 કિલો વોટના ઈન્ટોલેશન પર રૂપિયા 60 હજારની સબસીડી પણ મંજૂર કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આ યોજના થકી દેશના 1 કરોડ પરિવારોને 300 યુનિટ સુધીની વીજળી મફત મળશે. જેના થી પરિવારની રૂપિયા 30000 હજાર સુધીની થશે બચત .