લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં બુધવારે મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા યોજાશે જેમાં વક્તા રામ મોરી દ્વારા વ્યાખ્યાન અપાશે.
ગોહિલવાડની સુપ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં આગામી બુધવાર તા.૧૧ સવારે મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા યોજાશે. વાર્તાકાર, પટકથા લેખક અને નાટ્યકાર એવાં વક્તા રામ મોરી દ્વારા અહીંયા અઢારમાં મણકાનું વ્યાખ્યાન ‘લોકજીવનમાંથી મળતાં કથા અને કિરદારો’ વિષય ઉપર અપાશે.
રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)