તામિલનાડુનાં તંજાવુર તીર્થમાં રામકથામાં વ્યાસપીઠ પરથી મોરારિબાપુએ જળસંચય સાથે વૃક્ષારોપણ માટે અનુરોધ કર્યો અને રાજકોટ વૃદ્ધાશ્રમ સંસ્થા દેશભરમાં માર્ગદર્શન આપશે તેમ જણાવ્યું.
મોરારિબાપુ દ્વારા દરેક રામકથા સાથે પ્રાસંગિક સામાજિક ઉત્થાન માટે કોઈને કોઈ ઉપક્રમ કે સંદેશો અપાતો રહ્યો છે. તામિલનાડુનાં તંજાવુર તીર્થમાં રામકથા ‘માનસ હરિભજન’ ગાન સાથે વ્યાસપીઠ પરથી મોરારિબાપુએ જળસંચય સાથે વૃક્ષારોપણ માટે સૌ શ્રોતાઓને ભાવ અનુરોધ કર્યો. એક એક વ્યક્તિને પાંચ પાંચ વૃક્ષો વાવવા જણાવ્યું.
કથાનાં પાંચમાં દિવસે વિવિધ ભજન વ્યાખ્યા નિરૂપણ કરવાં સાથે વૈશ્વિક તાપમાન પ્રદૂષણ સંદર્ભે જાગૃત બનવાં શીખ આપી અને આ માટે જળસંચય સાથે વૃક્ષારોપણ માટે ભારપૂર્વક અનુરોધ કર્યો. ઉલ્લેખનીય છે કે, મોરારિબાપુ દ્વારા માત્ર અનુરોધ નહિ, આચરણ પણ કરીને સેંકડો વૃક્ષો રોપ્યાં છે અને શ્રોતાઓ પાસે વૃક્ષારોપણ કરાવેલ છે.
મોરારિબાપુએ તાજેતરમાં રાજકોટમાં યોજાયેલ રામકથા ઉલ્લેખ કરી સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા દેશભરમાં વૃક્ષારોપણ માટે માર્ગદર્શન સહયોગ આપશે તેમ પણ જણાવ્યું. નાની મોટી સંસ્થાઓ પણ આ અભિયાનમાં જોડાય તેમ કહ્યું.