કચ્છમાં કોટેશ્વરમાં ચાલતી રામકથા દરમિયાન મોરારિબાપુએ નારાયણ સરોવર ત્રિવિક્રમરાયજી દર્શન પૂજન કરેલ. અંહિયા ગાદીપતિ સોનલલાલજી મહારાજ દ્વારા વંદના અભિવાદન થયું.
ભારતનાં પશ્ચિમ છેડે કચ્છનાં સુપ્રસિદ્ધ નારાયણ સરોવર ત્રિવિક્રમરાયજી મંદિરમાં મોરારિબાપુએ દર્શન પૂજન કરેલ.
અંહિયા આ તીર્થસ્થાન ગાદીપતિ સોનલલાલજી મહારાજ દ્વારા વંદના અભિવાદન થયું.
કચ્છમાં તીર્થસ્થાન કોટેશ્વરમાં ચાલતી રામકથા દરમિયાન મોરારિબાપુએ વિવિધ સ્થાનોની દર્શનયાત્રા કરી, જેમાં નારાયણ સરોવર જાગીર સ્થાનમાં તેઓનું આગમન થયું હતું.
મોરારિબાપુએ નારાયણ સરોવર તીર્થની પૂજા વંદના કરી. આ વેળાએ કોટેશ્વરમાં ચાલતી રામકથા દરમિયાન આ દર્શન વેળાએ મનોરથી પ્રવીણભાઈ તન્ના અને કાર્યકર્તાઓ સાથે જોડાયાં હતાં.