કાકીડી ગામે ચાલતી રામકથામાં મોરારિબાપુનાં વ્યાસાસને ચાલતી રામકથામાં મહાભારત ચિંતન બોધ સાથે રાસની રમઝટ લેવરાવી. સુર સંગીત સાથે કથા લાભ મળી રહ્યો છે.
તલગાજરડાનાં વાયુમંડળમાં કાકીડી ગામે ‘ચિત્રકૂટધામ’માં મોરારિબાપુનાં વ્યાસાસને ચાલતી રામકથા ‘માનસ પિતામહ’ ગાનમાં ભાવિક શ્રોતાઓ સંગીત વૃંદનાં સથવારે સુર, સંગીત સાથેનો લાભ મોજથી મેળવી રહ્યાં છે.
રામકથાનાં આજનાં છઠ્ઠા દિવસે રામકથામાં મોરારિબાપુએ વ્યાસપીઠ પરથી નીચે ઉતરી
મહાભારત ચિંતન બોધ સાથે રાસની રમઝટ લેવરાવી. ‘માં તું કાળી ‘ને કલ્યાણી રે…’ રાસમાં મોરારિબાપુ સાથે સૌ કોઈ પૂરા કથા મંડપમાં ભાવભેર રાસનાં તાલમાં નાચ્યાં.
મોરારિબાપુ સાથે રહેલ સંગીત વૃંદ દ્વારા સુંદર સંયોજન રહેલું છે. ભજન સ્તુતિ ગાનમાં દેવાબાપુ હરિયાણી અને પાર્થિવભાઈ હરિયાણી સાથે હરીશચંદ્રભાઈ જોષી રહેલાં છે. સ્તુતિ, પ્રાર્થના કે ગીત ગાન સાથે વિવિધ વાદ્ય સંગીતમાં રહેલાં પંકજભાઈ ભટ્ટ, રમેશભાઈ ચંદારાણા, ગજાનન સાળુકે, શ્રી કીર્તિભાઈ લીંબાણી, દિલાવરભાઈ સમા, હિતેશગીરી ગોસ્વામી તથા તપોધનભાઈ શર્મા સુંદર તાલ મેળવી રહ્યાં છે. આજે રાસની રમઝટમાં પણ આ સંગીતવૃંદ દ્વારા જમાવટ રહી.
રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)