Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 33°C

કપડવંજના આંત્રોલી પાસે પાઇપો ભરીને પસાર થતાં ટ્રેક્ટર પાછળ કાર ઘુસી જતાં માતા, પુત્ર ઈજાગ્રસ્ત

કપડવંજના આંત્રોલી પાસે પાઇપો ભરીને પસાર થતાં ટ્રેક્ટર પાછળ કાર ઘુસી જતાં માતા, પુત્ર ઈજાગ્રસ્ત

કપડવંજ તાલુકાના આંત્રોલી ગામથી તોરણા ગામને જોડતા માર્ગ પર વાઘરીવાસ પાસે ટ્રેક્ટરમાં બોરવેલ બનાવવાની પાઈપો ભરેલી હતી તેની પાછળ જઈ રહેલ કાર GJ01HD8594 ના ચાલકે પોતાની કારને બ્રેક મારી હતી. પરંતુ બ્રેક લાગતા કાર આગળ જઈ રહેલ ટ્રેક્ટરમાં ઘૂસી ગઈ હતી. જેથી ટ્રેક્ટરમાં રહેલી પાઈપો કારની આરપાર નીકળી ગઈ હતી. કારમાં સવાર માતા,પુત્રને મોઢાના અને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક રહીશો દ્વારા કારમાં ફસાયેલા માતા, પુત્રને બહાર કાઢી સારવાર અર્થે કપડવંજની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ટ્રેક્ટર પાછળ કાર ધડાકાભેર અથડાતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતાં. આ અકસ્માતની ઘટનામાં કારચાલક મિલનકુમાર જશુભાઈ પરમાર અને તેમની માતા રેખાબેન જશુભાઈ પરમારને ઈજાઓ પહોંચી હતી. અકસ્માત થયેલ સ્થળ પર વાહનો ખસેડવામાં નહીં આવતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં.

 

 

 

રીપોર્ટર સુરેશ પારેખ(કપડવંજ )

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.