પ્રાપ્ત વિગત અનુસાર નર્મદા જિલ્લામાં આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ત્રિદિવસીય સાંસદ. વિધાયક પ્રશિક્ષણ વર્ગ 2025 માટે કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી. ઉપમુખ્યમંત્રી પ્રદેશ અધ્યક્ષ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ ત્રિ દિવસીય કાર્યક્રમ દરમિયાન વિવિધ મુદ્દાઓ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ત્યારે કાર્યક્રમના આજે ત્રીજા દિવસે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ એ રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી. પ્રદેશ અધ્યક્ષ સહિતના અગ્રણીઓ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ બહાર નીકળતા આદિવાસી લોક નૃત્ય થી સ્વાગત કરવામાં આવ્યું ત્યારે આદિવાસી લોક નૃત્યના તાલે તમામ ઉપસ્થિત મહાનુભવો જુમી ઉઠ્યા હતા