ડોંગરેજી મહારાજે તેમના વિશે આગાહી કરી હતી કે આ નાનકડો છોકરો મોટો થઈને સમાજસેવક થશે. તેઓ અમેરિકામાં અનેક માનવતાવાદી પ્રવૃત્તિઓ કરે છે. તેઓ પૂજ્ય દીદીમા એટલે કે ઋતુંભરાદેવીજીના નજીકના શિષ્ય છે. પ્રમુખસ્વામી મહારાજના પણ તેમને ખૂબ આશીર્વાદ મળેલા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં સને 2014માં જે સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું તેમાં પણ રામજીભાઈ પટેલ નિમિત્ત અને પ્રેરક બન્યા છે. સ્વચ્છતા અભિયાનમાં તેઓ અમૂલ્ય સહયોગ આપી રહ્યા છે.
કોઈ ના કરે એવું અનાખા પ્રકારનું કામ એમણે હાથ ઉપર લીધું છે. જે સિનિયર સિટીઝન્સ એટલે કે વડીલો નીચે જમીન પર બેસીને સંડાસ ન જઈ શકતા હોય તેમના માટે તેઓ ઊંજા તાલુકાનાં ગામડાંઓમાં ઊભાં સંડાસ બનાવવાનો પ્રોજેક્ટ અમલમાં મૂકી રહ્યા છે. આ એક અનોખા પ્રકારની સમાજ સેવા છે.
રામજીભાઈ પટેલ 22મી જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યામાં શ્રી રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં જઈ આવ્યા છે. તેમને ખાસ નિમંત્રણ મળ્યું હતું. મહેસાણા સ્થિત શ્રી રામ સેવા સમિતિએ અયોધ્યામાં શ્રી રામ લલ્લાના પ્રત્યક્ષ દર્શન કરીને આપણી વચ્ચે આવેલા રામજીભાઈ પટેલનું અભિવાદન કર્યું હતું. આ કાર્યક્રમ શ્રી આત્મારામકાકા ફિઝિયોથેરાપી સેન્ટર હૉલ ખાતે યોજાયો હતો.