પીપળાતા રોડ પર આવેલ NNP (સ્વ. નાથાભાઈ નારણભાઈ પટેલ) વિદ્યાલય ખાતે ૨ દિવસ માટે નાઈટ કેમ્પનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો.
જેમાં. ૨૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શાળાના શિક્ષકો દ્વારા તેમને દિવસ દરમ્યાન આઉટ ડોર વિવિધ રમત ગમત, સ્પર્ધા તેમજ સવારમાં યોગ – કસરત જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી.
વિદ્યાર્થીઓને મોબાઇલ, ટીવી જેવા વગેરે ગેજેટ્સ તેમજ માતા – પિતાથી દૂર એકલા રેહવું સાઇડ એક્ટિવિટી તેમજ આ સાથે વિદ્યાર્થીઓને ઘરડા ઘરની તેમજ હિન્દૂ અનાથ આશ્રમની મુલાકાત પણ કરાવવામાં આવી હતી.
જેથી કરીને વિદ્યાર્થીઓમાં જાગૃતતા આવે અને વિવિધ પ્રવત્તિઓ દ્વારા બૌદ્ધિક અને શારીરિક વિકાસ થાય તેવા નવતર પ્રયોગ કરવામાં આવ્યા હતા.
આ નિઘટ કેમ્પની સમગ્ર જવાબદારી ટ્રસ્ટી ગીરાબેન અને મનીષાબેન દ્વારા કરવામાં આવ્યું હતું.