શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા યોગ કરવાના દિવ્ય શણગાર કરવામાં આવ્યા તથા દાદાને જલેબી નો ભોગ ધરાવવામાં આવ્યો.
સવારે 6:30 કલાકે શણગાર આરતી કરવામાં આવી. આજે 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પ્રસંગેદાદાના ગર્ભ ગૃહ સૂર્ય નમસ્કાર અને યોગ કરવાના અલગ અલગ સ્ટેપના પોસ્ટરથી શણગારવામાં આવ્યું.
દાદાએ સંદેશો આપ્યો કે દરરોજ સવારે સૂર્ય નમસ્કાર અને યોગ કરવા જોઈએ અને તેનાથી તમારું સ્વાસ્થ્ય સારુ રહેશે અને આ શણગાર શનિવારે પણ રાખવામાં આવશે જેથી દરેક ભક્તો ને આ સંદેશો મળી રહે.
અતિશય ગરમીના કારણે દાદાને ગરમી ના લાગે તે માટે કુલર પણ મૂકવામાં આવ્યું.
આ પ્રસંગે દાદા ને મલિન્દો જમાડી ધન્યતા અનુભવી. અને મંદિરમાં રામધૂન કરવામાં આવી. આ મંદિર 140 વર્ષ જૂનું મંદિર છે જે નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે આવેલું છે.
જે મંદિરે દર શનિવારે અલગ અલગ પ્રકારના અનોખા શણગાર દાદાને કરવામાં આવે છે અને દાદાને મહાભોગ ધરાવામાં આવે છે અને ભક્તો આ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે.
અનોખા દર્શન નો લાભ લેવા ભક્તો સવારથી મોટી સંખ્યામાં આવે છે.