નડિયાદ ખેડા જિલ્લા સો મિલ ઓનર્સ એસોસિએશન દ્વારા સામાજિક વનીકરણ રેન્જ નડિયાદના સહયોગથી ઉમા મંગલ ભવન, મંજીપૂરા ચોકડી પાસે નડિયાદ ખાતે 25મો વૃક્ષારોપણ કાર્યક્રમ તથા વિના મૂલ્યે રોપ વિતરણ કાર્યક્રમ પ્રસંગે વૃક્ષારોપણ કરી રોપા વિતરણ રથનું પ્રસ્થાન ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને મહુધા ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
સતત 25 વર્ષ થી સો મિલ એસોસિયશન અને ફોરેસ્ટ વિભાગ દ્વારા વિનામૂલ્યે વૃક્ષારોપણ અને રોપા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવે છે.આ કાર્યક્રમ દ્વારા અત્યાર સુધી 72 લાખથી વધુ રોપા વિતરણ કરવામાં આવેલ છે. આ વર્ષે પણ 3 થી 4 લાખ જેટલા રોપાનું વિતરણ કરવામાં આવનાર છે
નડિયાદ માં જુદા જુદા 5 કેન્દ્રો પર લીમડો, દેશી બાવળ, પેલ્ટ્રો, અરડૂસી, નીલગીરી, ગોરસ, ખાતે આંબલી, વડ, પીપળ જેવા રોપાનું વિતરણ કરવામાં આવે છે. તથા 1000 થી વધુ રોપા લઈ જનાર ખેડૂત મિત્રોને ફોરેસ્ટ વિભાગ દ્વારા રોપા પહોચાડવામાં આવે છે અને તેનો રેકોર્ડ રાખી સર્વે પણ કરવામાં આવે છે આ રોપેલ વૃક્ષો માંથી 80 થી 85% જેટલા વૃક્ષો ઉછેર પામે છે.
કાર્યક્રમ ખાતે કલેકટર, સો મીલ એસોસિયશનના પ્રમુખ, DCF અભિષેક સામરીય, ગુજરાત ટીમ્બર મરચંટ ફેડરેશનના પ્રમુખ, અગ્રણી, એસોસિયેશન ના સભ્યો, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર – યેશા શાહ(ખેડા)