Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે ઉત્તરસંડા ગામે વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરાયું

નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે ઉત્તરસંડા ગામે વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરાયું

ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના વરદ્ હસ્તે નડિયાદ વિધાનસભાના ઉત્તરસંડા ગામે ધારાસભ્યની ગ્રાન્ટ, સરકારની વિવિધ ગ્રાંટો તથા ઉત્તરસંડા ગ્રામ પંચાયતના સ્વભંડોળ માંથી ₹ 88 લાખના ખર્ચે સી.સી.રસ્તા, LED પોલ, હેન્ડ પંપ અને બોર મશીનરી, પેવર બ્લોક જેવા વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સાથોસાથ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા વિતરણ, ગામમાં સ્વચ્છતા જાગૃતિ હેતુ ઘરે ઘરે કચરાની ડોલનું વિતરણ અને પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ ખાતે સરપંચ ઈશિતભાઇ, ડે.સરપંચ નયનભાઈ, TDO નિમેષ પટેલ, પંચાયતના સભ્યઓ, અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.