જેમાં જિલ્લા કલેકટરએ જિલ્લામાં થતાં રોડ અકસ્માતના સ્થળો પર સંબંધિત વિભાગના અધિકારીઓને સંયુક્ત મુલાકાત દ્વારા અકસ્માત બાબતે જરૂરી રિપોર્ટિંગ કરી અકસ્માત નિવારક ઉપાયો લાવવા સૂચના આપી હતી. આ બેઠકમાં કલેકટરએ રોડ સુધારણા કામગીરી, લાઇટિંગ, એકસીડન્ટ સંભવિત સ્થળો, બ્લેક સ્પોટ પર અકસ્માત સર્જાવાના કારણો, ઓવર સ્પીડ નિવારણ સહિતના મુદ્દાઓ પર સમીક્ષા કરી આગામી સમયમાં આ અંગે કરવાની કામગીરી વિશે માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી, અધિક નિવાસી કલેકટર, નાયબ પોલીસ અધિક્ષક, આરટીઓ અધિકારી, માર્ગ અને મકાન સ્ટેટ તથા પંચાયતના કાર્યપાલક ઇજનેર, નેશનલ હાઈવેના પ્રતિનિધિઓ, પોલીસ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.